રિલિઝ પહેલા જ લીક થયા "બાહુબલી 2"ના મહત્વના કેટલાક સીન

Apr 27, 2017 03:55 PM IST | Updated on: Apr 27, 2017 03:55 PM IST

રિલીઝ થયા પહેલા જ જે ફિલ્મની લોકો લાંબા સમયથી રાહ જોતા હતા તે "બાહુબલી 2"ના મહત્વના કેટલાક સીન લીંક થયા હોવાનું બહાર આવ્યું છે. દર્શકો માટે આ એક ખરાબ ન્યુઝ છે કે, બે કિલોમીટર લાંબી લાઇનમાં ઉભા રહી અને 2400રૂપિયા સુધી આપી અને આ ફિલ્મ જોવા માટે ટિકિટની ખરીદી કરી હતી. તેવા દર્શકોને આ સાંભળીને ઝટકો લાગ્યો છે.

bahubali-23

રિલિઝ પહેલા જ લીક થયા

મીડિયા રીપોર્ટની માનીએ તો રિલીઝ થયા પહેલા આ ફિલ્મના કેટલાક મહત્વના સીન અને તસવીરો લીક થઇ ચુકી છે અને તેમાં પ્રભાસના ઇડ્રોકશન સીન અને કેટલીક તસવીરોનો સમાવેશ થાય છે.

બાહુબલીના પ્રોડ્યુસર શોબુ યારલાગડ્ડાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ, અલગ-અલગ દેશોના સેંસર બોર્ડ સિવાય ફિલ્મની સ્કીનિંગ કોઇના સામે નથી થઇ.

ફિલ્મના સીન કેવી રીતે લીક થયા આ વાત હજુ સુધી બહાર નથી આવી. જો કે કેટલાક દિવસ પહેલા બાહુબલી 2ના કેટલાક ફોટો લીંક થયા હતા. પોટો લીક થયા પછી પ્રોડક્શન ટીમમાંથી જ કોઇનો હાથ હોવાનું મનાતુ હતું અને પછી તે વ્યક્તિની ટીમથી બહાર કરી દેવાયો છે.

નોધનીય છે કે,28 એપ્રિલે "બાહુબલી ધ કંફ્યુજન" દેશમાં 8000 થ્રીયેટરોમાં રીલીઝ થઇ રહી છે. ફિલ્મ મેકર્સનું માનવું છે કે 1000 કરોડથી વધુની કમાણી કરી ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર