રિલિઝ પહેલા જ બાહુબલી 2નું એડવાન્સ બુકિંગ,ખુલવાના છે ઘણા રાજ

Apr 27, 2017 10:48 AM IST | Updated on: Apr 27, 2017 11:43 AM IST

શુક્રવારે રિલિઝ થતી ફિલ્મોમાં આ વખતે મોસ્ટ એવેટેડ મુવી બાહુબલી 2 રિલિઝ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદમાં તમામ મલ્ટીપ્લેક્સમાં એડવાન્સ બુકિંગનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Bahubali-2-posters-release1

રિલિઝ પહેલા જ બાહુબલી 2નું એડવાન્સ બુકિંગ,ખુલવાના છે ઘણા રાજ

મલ્ટીપ્લેક્સના માલિકોએ આશરે 28 જેટલાં શો રાખવાની ફરજ પડી છે. સાથે જ એકસાથે દરેક મલ્ટીપ્લેક્સે એકસરખા ભાવ રાખવા પણ વિચાર કર્યો છે. અમદાવાદના મલ્ટીપ્લેક્સમાં બાહુબલી 2ની ટિકીટ આશરે 150થી લઈને 330 સુધીના ભાવથી વેચાશે. સાથે જ એડવાન્સ બુકિંગના ધસારાને જોતાં મુવી વધારે કમાણી કરે તેવી આશા મલ્ટીપ્લેક્સ માલિકો વ્યકત કરી રહ્યાં છે.

Bahubali-2-posters-release2

નોધનીય છે કે બાહુપલી 2 ધ કન્કલૂજન 28 એપ્રિલના દિવસે રીલીઝ થઇ રહી છે. લોકોની એક્સાઇટમેન્ટને વધારવા નવા નવા પોસ્ટર રિલિજ કરાઇ રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર