બાહુબલી 2ઃ1000 કરોડની કમાણી કરનારી ભારતની પહેલી ફિલ્મ,વિદેશમાં પણ કર્યા રેકોર્ડ

May 07, 2017 11:36 AM IST | Updated on: May 07, 2017 11:36 AM IST

હિન્દુસ્તાનમાં ઐતિહાસિક કમાણી કરનારી બાહુબલી2 પહેલી ફિલ્મ બની ગઇ છે. એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 પહેલી ફિલ્મ બની છે જેણે 1000 કરોડ રૂપિયાની અત્યાર સુધી કમાણી કરી ચુકી છે.આ આંકડા હજુ વધુ આગળ જઇ શકે છે. બાહુબલી 2એ ફક્ત 9 દિવસમાં આટલી કમાણી કરી ચુકી છે.

bahubali-23

બાહુબલી 2ઃ1000 કરોડની કમાણી કરનારી ભારતની પહેલી ફિલ્મ,વિદેશમાં પણ કર્યા રેકોર્ડ

આ ફિલ્મના એક્સપર્ટ રમેશ વાળાએ ટ્વીટ કરી આ વાતની જાણકારી પુરી પાડી હતી. બાહુબલી 2 ભારતમાં 800 કરોડથી વધુની કમાણી અત્યાર સુધી કરી ચુકી છે. જ્યારે વિદેશમાં 200 કરોડની કમાણી કરી ચુકી છે. ફિલ્મના શો હજુ પણ હાઉસ ફુલ જઇ રહ્યા છે. ઉમ્મીદ છે કે 1500 કરોડની કમાણીનો રેકોર્ડ બનાવી શકશે. નોધનીય છે કે, પહેલા સાત દિવસમાં જ ભારતમાં આ ફિલ્મએ 534 કરોડની કમાણી કરી લીધી હતી. ત્યારે આની તુલનામાં આમીરની ફિલ્મ દંગલે એક સપ્તાહમાં 197.54 કરોડ રૂપિયા અને સલમાનની સુલ્તાને 229.16 કરોડ રૂપીયાની કમાણી કરેલી છે.

અમેરિકામાં ફિલ્મ જબરજસ્ત સફળ રહી છે. અત્યાર સુધી દંગલ અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દુસ્તાની ફિલ્મ હતી પરંતુ આ રેકોર્ડ એસએસ રાજામૌલીની બાહુબલી2ના નામે હવે થયો છે. આ ફિલ્મએ અમેરિકામાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર