અનુષ્કા શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં રિપોર્ટરનો ફોન લઇ લીધો, પછી શું થયું? જાણો

Mar 13, 2017 06:13 PM IST | Updated on: Mar 13, 2017 11:02 PM IST

મુંબઇ #બોલીવુડ બિન્દાસ્ત ગર્લ અનુષ્કા હંમેશા કંઇક નવું કરવાને લઇને ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં તેણીએ જે કર્યું એ જોઇ પત્રકારો પણ અચંબામાં પડી ગયા હતા. ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનુષ્કાએ એક રિપોર્ટરનો ફોન લઇ લીધો હતો.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અત્યારે પોતાની આવનારી ફિલ્મ "ફિલ્લૌરી"ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્લૌરીને લઇ અનુષ્કા ઘણી ચર્ચામા પણ છે, પરંતુ ફિલ્મ સિવાય એક અન્ય વાતથી અનુષ્કા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.

અનુષ્કા શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં રિપોર્ટરનો ફોન લઇ લીધો, પછી શું થયું? જાણો

હાલમાં જ અનુષ્કા શર્મા અને દિલજીત દોસાંજ મુંબઇમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. જ્યાં અનુષ્કા અને દિલજીત મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા પરંતુ અચાનક એક રિપોર્ટરનો ફોન વાગ્યો, ફોન પણ હતો રિપોર્ટરની મમ્મીનો. પરંતુ મજેદાર વાત એ રહી કે ફોન રિપોર્ટરએ નહી પરંતુ અનુષ્કા શર્માએ ઉપાડી લીધો અને થોડી વાર માટે પ્રેસ કોન્ફરન્સ રોકાઇ ગઇ હતી.

એ પછી અનુષ્કા શર્માએ કહ્યુ આન્ટી આપકી બેટી અત્યારે ઇન્ટરવ્યુ લઇ રહી છે, થોડી વાર પછી તમે ફોન કરશો. અનુષ્કાએ કહ્યુ કે હું અનુષ્કા બોલી રહી છું, તે મારો જ ઇન્ટરવ્યું લઇ રહી છે. ઇન્ટરવ્યું લીધા પછી તે તમને ફોન કરશે. આટલી વાત કરી અનુષ્કાએ ફોન રાખી દિધો અને રિપોર્ટરને બોલી, આંટીએ કહ્યુ છે પછી ફોન કરી લેજો. અનુષ્કાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર