16વર્ષ પછી કોઇ એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો આમિર ખાન

Apr 25, 2017 04:32 PM IST | Updated on: Apr 25, 2017 04:33 PM IST

કોઇ એવોર્ડ સેરેમનીમાં ખાસ નજર નહી આવતા આમિર ખાન 16 વર્ષ પછી કોઇ એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો છે. ગાયિકા લતા મંગેશકર,અભિનેદ્રી વૈજયંતિ માલા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સાથે મંચ પર આમીર જોવા મળ્યા હતા. આમિરએ 75મા માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારને સ્વીકાર કર્યો હતો.

આમિરને ફિલ્મ દંગલ માટે પુરસ્કાર અપાયો હતો. સંઘ પ્રમુખ મોહન ભાગવતના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો.આ પહેલા આમિર ઓસ્કર સેરેમનીમાં નજર આવ્યા હતા. જ્યારે ફિલ્મ લગાન માટે એકેડમી એવોર્ડ ફંક્શનમાં ગયા હતા.

16વર્ષ પછી કોઇ એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો આમિર ખાન

સુચવેલા સમાચાર