જોલી એલએલબી 2 પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર છવાઇ, શું છે ખાસ?

Feb 12, 2017 12:32 PM IST | Updated on: Feb 12, 2017 12:32 PM IST

અમદાવાદ #શુક્રવારે રિલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મ જોલી એલએલબી 2 શાનદાર દેખાવ કરી રહી છે. પ્રથમ દિવસે જ આ ફિલ્મે જોરદાર કમાણી કરી છે. ફિલ્મના રિલીઝના દિવસે જ આ ફિલ્મે અંદાજે 13 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો લોકોને આ ફિલ્મ ઘણી પસંદ પણ આવી રહી છે.

જોલી એલએલબી 2 વર્ષ 2013માં આવેલી ફિલ્મ જોલી એલએલબીની સિક્વલ છે. જોલી એલએલબીમાં લીડ રોલમાં અશરદ વારસી હતો તો આ સિક્વલ ફિલ્મમાં અક્ષયકુમાર મુખ્ય ભૂમિકામાં છે.

જોલી એલએલબી 2 પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર છવાઇ, શું છે ખાસ?

અક્ષયકુમાર આ ફિલ્મમાં એક વકીલનું પાત્ર નિભાવી રહ્યો છે જે પહેલા વકીલાત જમાવવા માટે ખરા ખોટા તમામ કામ કરતો હતો. પરંતુ જ્યારે એને પોતાના ગુનાનો અહેસાસ થાય છે ત્યારે તે પશ્વાતાપ કરવા માટે સત્યની શોધમાં અને ન્યાય અપાવવા માટે નીકળી પડે છે.

ફિલ્મમાં એની સાથે ભૂમિકામાં હુમા કુરેશી છે જે એની પત્નિનું પાત્ર નિભાવે છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પણ ટ્વિટ કરીને ફિલ્મના વખાણ કર્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર