LIVE ભારત ઇંગ્લેન્ડ વન ડે મેચ: વિરાટ સેનાનો વિરાટ સ્કોર, ઇંગ્લેન્ડને જીત માટે 382 રનનો લક્ષ્યાંક

Jan 19, 2017 04:20 PM IST | Updated on: Jan 19, 2017 05:58 PM IST

કટક #ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી છે. ઇંગ્લેન્ડ ટીમના બોલરોએ શરૂઆતમાં ભારે પ્રભુત્વ બતાવતાં ભારતીય બેટસમેનોને કાબુમાં રાખ્યા હતા. જોકે યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ ધોનીએ ભારે ફટકાબાજી કરતાં અંગ્રેજ બોલરો ધોવાયા હતા. વિરાટ સેનાએ વિરાટ સ્કોર ખડકી દેતાં ઇંગ્લેન્ડને જીત માટે 382 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

LIVE સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો 

LIVE ભારત ઇંગ્લેન્ડ વન ડે મેચ: વિરાટ સેનાનો વિરાટ સ્કોર, ઇંગ્લેન્ડને જીત માટે 382 રનનો લક્ષ્યાંક

કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી વન-ડે મેચમાં ટોસ જીતી ઇંગ્લેન્ડે પ્રથમ બોલિંગ લીધી હતી. પરંતુ અંગ્રેજ બોલરો સામે ભારતીય બલ્લેબાજો ટકી શક્યા ન હતા. 4 રનના સ્કોરે લોકેશ રાહુલના રૂપમાં ભારતને પ્રથમ આંચકો લાગ્યો હતો. 22 રનના સ્કોરે વિરાટ કોહલીની વિકેટ પડી હતી તો 25 રનના સ્કોર પર શિખર ધવન આઉટ થયો હતો. જોકે ત્યાર બાદ યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ ધોની બેટીંગમાં આવ્યા હતા અને બાજી સંભાળી હતી.

ભારે ફટકાબાજી બાદ યુવરાજસિંહ છેવટે 150 રન બનાવી આઉટ થયો. યુવરાજે 127 બોલમાં 21 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ધોનીએ 134 રન કર્યા હતા. કેદાર જાધવે પણ આવતાની સાથે જ ફટકાબાજી શરૂ હતી. જોકે 10 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 22 રન બનાવી આઉટ થયો હતો.

ક્રિસ વોક્સે ઝડપી 4 વિકેટ

ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ આજે ઇંગ્લેન્ડને દિવસે તારા બતાવ્યા છે. અંગ્રેજ બોલરોની રીતસર ધોયા હતા. જોકે ક્રિસ વોકસની બોલિંગ ઘાતક રહી હતી. વોક્સે 10 ઓવરમાં 60 રન આપી ચાર શિકાર ઝડપ્યા હતા. જ્યારે 3 ઓવર મેઇડન રહી હતી. જ્યારે ડેવિડ વિલે 5 ઓવરમાં 32 રન આપ્યા હતા. જેક બોલે 10 ઓવરમાં 80 રન, લિમ પ્લુકેટે 10 ઓવરમાં 91 રન આપી 2 વિકેટ લીધી હતી. તો બેન સ્ટોક્સે 9 ઓવરમાં 79 રન આપ્યા હતા જ્યારે મોઇન અલીએ 5 ઓવરમાં 33 રન આપ્યા હતા.

સ્કોર બોર્ડ

લોકેશ રાહુલ(05)

શિખર ધવન (11)

વિરાટ કોહલી (08)

યુવરાજસિંહ (150)

મહેન્દ્રસિંહધોની (134)

કેદારજાધવ (22)

હાર્દિક પંડ્યા(19)

રવિન્દ્ર જાડેજા(16)

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર