કટક વન ડે સાથે ભારતે સીરીજ પોતાને નામ કરી, બુમરાહનો થ્રો બન્યો નિર્ણાયક

Jan 19, 2017 11:04 PM IST | Updated on: Jan 19, 2017 11:04 PM IST

કટક #ભારતે બારાબતી સ્ટેડિયમમાં ગુરૂવારે બીજી એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડને 15 રનથી હરાવી સીરીઝમાં પોતાનો ડંકો વગાડ્યો છે. આ સાથે ભારતે ત્રણ મેચની સીરીઝમાં 2-0થી સરસાઇ મેળવી છે. ભારતે આપેલા 382 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડે છેક સુધી ટક્કર આપી હતી. પરંતુ બુમરાહના એક થ્રોએ ઇંગ્લેન્ડને હારવા મજબૂર કર્યું હતું.

ભારતના 381 રન બાદ ઇંગ્લેન્ડે ભારતને ટક્કર આપી હતી. ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઇયાન મોર્ગન (102) અને જેસન રોય (82) રનની મજબૂત ઇનિંગને પગલે ઇંગ્લેન્ડ જીતની નજીક આવી ગયું હતું. પરંતુ બુમરાહના થ્રોથી મોર્ગન રન આઉટ થતાં ઇંગ્લેન્ડની જીતની આશા પર પાણી ફર્યું હતું,

કટક વન ડે સાથે ભારતે સીરીજ પોતાને નામ કરી, બુમરાહનો થ્રો બન્યો નિર્ણાયક

382 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડ 45 ઓવર સુધી ભારતની સરસાઇમાં હતું. ભારતે 45 ઓવરમાં ચાર વિકેટના ભોગે 308 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ 45 ઓવરમાં 309ના સ્કોરે હતું. જોકે એમની સાત વિકેટ પડી ચુકી હતી.

81 બોલમાં 6 ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવી સદી ફટકારનાર મોર્ગન જ્યારે ક્રીઝ પર હતો ઇંગ્લેન્ડ જીતની આશા જીવંત હતી. પરંતુ 49મી ઓવરમાં ત્રીજા બોલે જશપ્રીત બુમરાહના થ્રોથી મોર્ગન રન આઉટ થયો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર