બડગામમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા, સુરક્ષા બળોનું સર્ચ ઓપરેશન

Mar 28, 2017 10:11 AM IST | Updated on: Mar 28, 2017 03:05 PM IST

જમ્મુ કાશ્મીર #કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મંગળવારે વહેલી સવારથી અથડામણ ચાલુ છે. બડગામ જિલ્લાના દરબગ ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં જ સુરક્ષાબળોએ ગામને ચારેબાજુથી ઘેરી લીધુ છે અને સામસામે ગોળીબારી ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં એક કે બે આતંકવાદીઓ છુપાયાની વિગતો છે. અહીં નોંધનિય છે કે, રવિવારે જ સેનાએ હિજહુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા જેના વિરોધમાં કેટલાક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આતંકવાદીઓના મોતના વિરોધમાં લોકોએ ત્રાલમાં ખૂબ વિરોધ નોંધાવ્યો હતો અને સેનાની ગાડીઓને નિશાન બનાવી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર