એન.કે.અમીન,તરૂણ બારોટને હાઈકોર્ટે આપી રાહત,એન્કાઉન્ટરનો લાગેલો છે આરોપ

Mar 29, 2017 08:08 PM IST | Updated on: Mar 29, 2017 08:08 PM IST

અમદાવાદઃએન.કે.અમીન અને તરૂણ બારોટની નિવૃત્તિ બાદ રાજ્ય સરકારે તેમને કોન્ટ્રાક્ટ પર નિમણૂંક આપી તેની સામે થયેલી અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.હાઈકોર્ટનુ અવલોકન છે કે આ અરજી ટકવાપાત્ર નથી.સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, બંને પોલીસ અધિકારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે અને તેઓ એવા કોઈ વિચક્ષણ નથી કે તેમને નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર નિમણૂંક આપવી પડે.

એન.કે.અમીન,તરૂણ બારોટને હાઈકોર્ટે આપી રાહત,એન્કાઉન્ટરનો લાગેલો છે આરોપ

આ બંને અધિકારીઓ નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી પણ છે.આ બંને અધિકારીઓને ઉચ્ચ પદ પર નિમણૂંક આપવા કરતાં ગુજરાત પોલીસમાં બઢતી માટેની રાહ જોઈ રહેલા  અધિકારીઓને નિમણૂંક આપવી જોઈએ.બીજી તરફ રાજ્ય સરકારની રજૂઆત હતી કે, તેમણે આ અધિકારીઓને નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર નિમણૂંક આપીને કોઈ ભૂલ કરી નથી.આ બંને અધિકારીઓમાં વિચક્ષણ ક્ષમતાં રહેલી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર