500 રૂપિયા લો, ભાજપને મત આપો...કહેવા પર રક્ષામંત્રી મનોહર પારિકરને નોટિસ

Feb 02, 2017 09:07 AM IST | Updated on: Feb 02, 2017 09:07 AM IST

નવી દિલ્હી #ચૂંટણી પંચ દ્વારા રક્ષામંત્રી મનોહર પારિકરને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગોવાની એક સ્થાનિક પાર્ટી તરફથી દાખલ કરવામાં આવેલી આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદ બાદ આપવામાં આવી છે.

ફરિયાદકર્તાઓનો આરોપ છે કે, પારિકરે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારાઓને પ્રતિદ્વંદ્વી ઉમેદવારોથી રૂપિયા લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

500 રૂપિયા લો, ભાજપને મત આપો...કહેવા પર રક્ષામંત્રી મનોહર પારિકરને નોટિસ

ચૂંટણી પંચના સચિવ સુમિત મુખરજીએ કેન્દ્રિય મંત્રી પારિકરને ત્રણ ફેબ્રુઆરીએ એક વાગ્યા સુધી નોટિસનો જવાબ આપવા માટે તાકીદ કરવામાં આવી છે.

સુચવેલા સમાચાર