આ આઠ લોકો પાસે એટલી સંપતિ છે જેટલી દુનિયાની અડધી વસ્તી જોડે છે

Jan 16, 2017 10:22 AM IST | Updated on: Jan 16, 2017 10:23 AM IST

લંડનઃદાવોસમાં વિશ્વ આર્થિક મંચની શરૂઆત પહેલા ઓક્સફેમએ સોમવારે કહ્યુ કે આઠ વ્યક્તિઓ પાસે એટલી સંપતિ છે જેટલી સંપતિ દુનિયાની અડધી આબાદી પાસે છે જેથી સમાજોમાં વિભાજનનો ખતરો ઉત્પન થાય છે.

જે આઠ ઉદ્યોગપતિઓનો ઉલ્લેખ જિક્ર ઓક્સફેમએ કર્યો તેમાં અમેરિકાના છ, સ્પેન અને મેક્સિકોના એક એક ઉદ્યોગપતિઓ છે. ઓક્સફેમના અનુસાર, આ ઉદ્યોગપતિઓ પાસે જેટલી સંપતિ છે તેટલી સંપતિ દુનિયાના સૌથી ગરીબ 3.6 અરબ લોકો પાસે હાલમાં રહેલી સંપતિ બરાબર છે.

આ આઠ લોકો પાસે એટલી સંપતિ છે જેટલી દુનિયાની અડધી વસ્તી જોડે છે

ઉદ્યોગપતિઓની પસંદગી ફોબ્સની અરબોપતિઓની યાદીથી કરાયું છે જેમાં માઇક્રોસોફ્ટ સંસ્થાપક બિલ ગેટ્સ, ફેસબુકના સહ સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ અને એમેઝોનના સંસ્થાપક જેફ બેજોજનો સમાવેશ થાય છે. ઓક્સફેમએ વિશ્વમાં અમીર અને ગરીબ વચ્ચે વિશાળ અંતર અને મુખ્યધારાની રાજનીતીમાં ઉત્પન થતા અસંતોષને રેખાંકિત કર્યો છે.

પોતાના નવા રિપોર્ટ એન ઇકોનોમી ફોર ધ 99 પર્સેટમાં ઓક્સફેમએ કહ્યુ કે બ્રેગ્જિટથી લઇ ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ અભિયાનની સફળતા સુધી, નસ્લવાદમાં વૃદ્ધિ અને મુખ્યધારાની રાજનીતિમાં અસ્પષ્ટતામાં ચિંતા વધી રહી છે. ત્યારે સંપન્ન દેશોમાં વધુથી વધુ લોકોમાં યથા સ્થિતિ બરદાસ્ત ના કરવાના સંકેત પણ વધુ દેખાય છે.દાવોસમાં મંગળવારે શરૂ થતા વિશ્વ રાજનિતીક અને આર્થિક વિશિષ્ટ વર્ગોની બેઠકમાં અસમાનતા મુખ્ય મુદ્દો છે. શુક્રવાર સુધી ચાલનારી વિશ્વ આર્થીક મંચની વાર્ષિક બેઠકમાં 3હજાર લોકો ભાગ લેશે.

સુચવેલા સમાચાર