આર્થિક સર્વે: નોટબંધીથી કૃષિ પર અસર દેખાશે, જીડીપી માટે શું છે ખતરા? જાણો

Jan 31, 2017 02:55 PM IST | Updated on: Jan 31, 2017 02:55 PM IST

નવી દિલ્હી #નાણામંત્રી અરૂણ જેટલીએ સંસદમાં આજે આર્થિક સર્વે રજુ કર્યો છે. ઇકોનોમિક સર્વેમાં નાણાકીય વર્ષ 2017-18 માટે 6.75 %થી 7.5%ના દરે આર્થિક વૃધ્ધિનું અનુમાન રાખવામાં આવ્યું છે. એ પણ કહેવાયું કે, વર્ષ 2016-17માં જીડીપી વૃધ્ધિ દર ઘટીને 6.5 ટકા પર આવશે. જે ગત વર્ષે 7.6 ટકા હતો.

નાણામંત્રીના આર્થિક સર્વેમાં ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વૃધ્ધિદર 4.1 ટકા રહેવાનો અનુમાન છે. જે વર્ષ 2015-16માં 1.2 ટકા હતો. સૌથી મહત્વની વાત એ છે કે, ભારતનો ટ્રેડ જીડીપી અનુપાત હવે ચીનથી વધુ છે. ક્રુડ ઓઇલની કિંમતોમાં આવનારા ઉછાળાને જીડીપી માટે મોટા ખતરા રૂપે પણ જોવામાં આવે છે.

આર્થિક સર્વે: નોટબંધીથી કૃષિ પર અસર દેખાશે, જીડીપી માટે શું છે ખતરા? જાણો

આર્થિક સર્વેમાં અર્થવ્યવસ્થાના વિકાસ માટે ત્રણ મોટા ખતરાનો ઉલ્લેખ કરાયો છે. નોટબંધીથી કૃષિ ક્ષેત્ર પર કેશની અછતની અસર દેખાશે. ઉપરાંત ચાલુ વર્ષમાં ભારતનો જીડીપી 7.1 ટકાથી વધશે. એ પણ અનુમાન છે કે, આવનારા નાણાકીય વર્ષમાં ક્રુડ ઓઇલના ઘટાડાનો ફાયદો મળવો બંધ થશે. આ ઉપરાંત ક્રુડ તેલના ભાવમાં ઉછાળો થવાને લીધે રિઝર્વ બેંક હવે વ્યાજ દરમાં ઘટાડો પણ નહીં કરે.

ઇકોનોમિક સર્વેમાં શ્રમ અને કર નીતિમાં ફેરફારની ભલામણ કરવામાં આવી છે કે જેથી પરિધાન અને ચર્મ ક્ષેત્રને વધારો મળે અને આ બંને વિશ્વ સ્તરે પ્રતિસ્પર્ધાને લાયક બને. ઉપરાંત વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના, ક્રુડ ઓઇલના ઘટેલા ભાવથી અપ્રત્યાશિત રાજકોષિય લાભની આશા પણ દર્શાવાઇ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર