દિલ્હી એનસીઆર અને ઉત્તરાખંડમાં ભૂકંપના તીવ્ર આંચકા, 30 સેકન્ડ સુધી ધરા ધ્રુજી

Feb 06, 2017 11:33 PM IST | Updated on: Feb 06, 2017 11:33 PM IST

નવી દિલ્હી #દિલ્હી એનસીઆરમાં સોમવારે રાતે 10:33 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતાં લોકોમાં ભયનો ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. અંદાજે 30 સેકેન્ડ સુધી ધરા ધ્રુજી ઉઠી હતી. શરૂઆતના પ્રાથમિક અહેવાલ અનુસાર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગને ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જણાવાઇ રહ્યું હતું. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 5.8 ટકા નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનથી 7 કિમી નીચે નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં જમીનથી સાત કિલોમીટર નીચે હતું. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે લોકો ડરના માર્યા નીચે ઉતરી આવ્યા હતા. ઉંચી ઇમારતોમાં રહેનારા લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યા હતા. ભૂકંપના આંચકા પંજાબ, હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયા હતા.

દિલ્હી એનસીઆર અને ઉત્તરાખંડમાં ભૂકંપના તીવ્ર આંચકા, 30 સેકન્ડ સુધી ધરા ધ્રુજી

દિલ્હીથી જોડાયેલા ગ્રેટર નોએડામાં 20 માળ સુધીની ઇમારતો પણ ધ્રુજી ઉઠી હતી. જોકે હજુ સુધી જાન માલને નુકશાન થયાની કોઇ વિગતો સામે આવી નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર