@1:52 AM એક રાતમાં ત્રણ વખત કેદારનાથ ધ્રુજી ઉઠ્યું, ભયના માર્યો લોકોએ રાત ઠંડીમાં વીતાવી

Feb 07, 2017 07:56 AM IST | Updated on: Feb 07, 2017 07:56 AM IST

નવી દિલ્હી #ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં મોડી રાતે એક વાગ્યેને 52 મિનિટે ફરી એકવાર ભૂકંપના આંચકા આવ્યા. કેટલાક કલાકોની અંદર ભૂકંપનો આ ત્રીજો મોટો આંચકો હતો. લોકોમાં ભારે ફફડાટ હતા. કોઇ ઘરની અંદર જવાની પણ હિંમત કરી શકતું ન હતું.

વાંચો : દિલ્હી એનસીઆર 30 સેકન્ડ સુધી ધ્રુજી ઉઠ્યું

@1:52 AM એક રાતમાં ત્રણ વખત કેદારનાથ ધ્રુજી ઉઠ્યું, ભયના માર્યો લોકોએ રાત ઠંડીમાં વીતાવી

લોકોએ જાણે આખી રાત કડકડતી ઠંડીમાં બહાર વીતાવી હતી. રૂદ્રપ્રયાગની કાળી માટી ઘાટીમાં ભૂકંપથી ડઝનો મકાનોમાં તિરાડો પડી હતી અને એક મકાનમાં દબાઇ જતાં માતા પુત્ર ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.

સોમવારે રાતે 10 વાગે 33 મિનિટ 08 સેકન્ડે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રૂદ્રપ્રયાગ જિલ્લામાં જમીનથી 33 કિમી નીચે નોંધાયું હતું. ઉતરાખંડના રૂદ્રપ્રયાદ જિલ્લાથી શરૂ થયેલ ભૂકંપના તેજ આંચકાએ અડધી મિનિટ સુધી હિમાલયને હલાવ્યો હતો. રાજધાની દહેરાદૂન, દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર એની માત્રા 5.8 નોંધાઇ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર