ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત !,રાજ્યના તમામ MP, MLA સાથે મોદી કરશે મુલાકાત

Mar 06, 2017 04:14 PM IST | Updated on: Mar 06, 2017 04:14 PM IST

અમદાવાદઃગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવા સંકેતમળી રહ્યા છે.યુપીમાં સારા પરિણામો, BJP સૌથી મોટો પક્ષ બને તો વહેલી ચૂંટણી  અહી યોજાઇ શકે છે.ગુજરાતમાં 5 જૂન પહેલા ચૂંટણીની શક્યતા છે.સરકારની મુદ્દત ડિસેમ્બર 2017માં પૂર્ણ થાય છે.PM મોદીની મુલાકાતથી ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત લાગી રહ્યા છે.

vidhansabha

ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત !,રાજ્યના તમામ MP, MLA સાથે મોદી કરશે મુલાકાત

7 માર્ચે PM મોદી ગુજરાત આવશે.રાજ્યના તમામ MP, MLA સાથે મુલાકાત કરશે.7મી માર્ચે CM નિવાસસ્થાને બેઠક યોજાશે.પ્રદેશ આગેવાનો અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે.PM,CMની હાજરીમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. તો PM બન્યા બાદ મોદી પ્રથમ વખત સોમનાથ દાદાના દર્શન કરશે. તો પીએમ બન્યા બાદ મોદીની આ 10મી ગુજરાત મુલાકાત છે.

UPમાં સારા પરિણામોની પ્રાર્થના કરી ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કરે તેવી પણ શક્યતા છે.1 ફેબ્રુઆરી 2014ના રોજ મોદી સોમનાથ ગયા હતા.3 વર્ષ બાદ મોદી સોમનાથના દર્શને આવતા અનેક અટકળો છે.સોમનાથના દર્શન અને MP,MLA સાથે બેઠક વહેલી ચૂંટણીના સંકેત છે.

 

સુચવેલા સમાચાર