ગુજરાતમાં વહેલી ચૂંટણીના વધુ એક સંકેત,અહેમદ પટેલે શું કહ્યુ જાણો

Mar 22, 2017 02:40 PM IST | Updated on: Mar 22, 2017 03:26 PM IST

ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી માટેનો વધુ એક સંકેત જોવા મળ્યો છે.ચૂંટણીની કામગીરી સોંપવા બાબતે શિક્ષણ વિભાગનો પત્ર સામે આવ્યો છે. શાળા-કૉલેજના શૈક્ષણિક-બિન શૈક્ષણિક સંસ્થાઓને 21 માર્ચે  પત્ર પાઠવ્યો છે. જેમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે સ્ટાફ પૂરો પાડવાની માગ કરવામાં આવી છે.સ્ટાફની કામગીરી સુનિશ્ચિત કરવા પત્ર લખાયો છે.આ પહેલા ચૂંટણી વિભાગ દ્વારા કલેક્ટરોને પણ પત્ર પાઠવાયો હતો.

ગુજરાતમાં સમય કરતા વહેલી ચૂંટણી આવવાના ભણકારા વાગી રહ્યા છે.ત્યારે કોંગ્રેસના વરિષ્ટ નેતા અહેમદ પટેલે કહ્યુ હતુ કે ચૂંટણી ગમે ત્યારે આવે કોંગ્રેસ તૈયાર છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર