નવાબી ચોરીઃદીલ્હીથી લક્ઝુરીયસ કારમાં અમદાવાદ આવતી ટોળકી

Feb 18, 2017 07:57 PM IST | Updated on: Feb 18, 2017 07:57 PM IST

અમદાવાદઃઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા નવાબી ચોરની ધરપકડ કરી છે કે જે ચોરી કરવા માટે દીલ્હીથી ગેંગ લઇને લક્ઝુરીયસ કારમાં અમદાવાદ આવતો હતો.ચોરી કરવા માટે પણ તે ખાસ દિવાળી વેકેશનનો સમય જ પસંદ કરતો હતો અને જે બિલ્ડીંગમાં ચોરી કરવા માટે જાય તે જ બિલ્ડીંગના તમામ બંધ મકાનોને ટારગેટ બનાવતો હતો.

નવાબી ચોરીઃદીલ્હીથી લક્ઝુરીયસ કારમાં અમદાવાદ આવતી ટોળકી

મહમદ આસિફ મહમદ હનીફ ધોબીની ક્રાઇમબ્રાન્ચએ ચોરીના ગુનામાં ધરપકડ કરી છે.જે આમ તો દિલ્લીના જગતપુરી વિસ્તારનો રહેવાસી છે પરંતુ ચોરી કરવા માટે લક્ઝુરિયસ કાર લઈને દિલ્લીથી અમદાવાદ આવતો અને ચોરી કરી સાગરીતો સાથે રફ્ફુચક્કર થઇ જતો હતો. આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા અમદાવાદમાં દિવાળી સમયે કરેલી 20 જેટલી ચોરીની આરોપીએ કબૂલાત કરી છે.હનીફ પશ્ચિમ વિસ્તારના હાઇફાઇ ઘરોને જ તે ટાર્ગેટ કરતો હતો.

બે સાગરીતો સાથે હોટલમાં રોકાતો

મહમહ આઝમ અને મહમદ અરસી તેના બંને સાગરીત સાથે દિલ્લીથી આવતો અને અમદાવાદમાં કોઈપણ હોટેલમાં રોકાણ કરતો હતો.બાદમાં દિવસ દરમિયાન રેકી કરી બીજા દિવસે જે મકાનમાં તાળું મારેલું હોય ત્યાં પકડાયેલો આરોપી રેકી કરી લેતો અને બાદમાં તે કારમાં બેસતો હતો. જયારે તેના બંને સાગરીતો ચોરીને અંજામ આપી ફરાર થઇ જતા હતા.આરોપી અગાઉ પણ દિલ્લીમાં 20 જેટલા વાહનચોરીના ગુનામાં ઝડપાઇ ચુકેલો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર