અમદાવાદઃDPS સ્કુલ દ્વારા ફી વધારાતા વાલીઓએ કર્યો વિરોધ

Mar 19, 2017 08:17 AM IST | Updated on: Mar 19, 2017 08:17 AM IST

અમદાવાદઃબોપલ દિલ્હી પબ્લીક સ્કુલના વાલીઓ સ્કુલ દ્વારા અસહ્ય ફી વધારો કરી દેવાતા ભારે વિરોધ નોધાવ્યો છે. સ્કુલ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ આવી પહોચ્યા હતા અને સુત્રોચ્ચાર તથા સુચક બેનરો સાથે વિરોધ નોધાવ્યો હતો. દર વર્ષે ફી વધારો કરી દેવામા આવે છેે આ વર્ષે પણ 8 થી 10 હજારનો ફી વઘારો ઝીંકી દેવાતા વાલીઓ વિરોધ પર ઉતર્યા છે.

વાલીઓનો આક્સેપ છે કે એક જ ધોરણના વિધાર્થીઓની ફી અલગ અલગ લેવાય છે. તે કઈ રીતે  અને દર વર્ષે 10 હજાર જેટલો ફી વધારો કરી દેવાય તે ચલાવી લેવાશે નહી. વાલીઓએ ફી વઘારો પાછો ખેચવા માંગણી કરી છે અને ઉગ્ર લડત આપવાની ચીમકી પણ આપી છે. જો કે ફી વધારો પાછો ખેચવા સ્કુલ મેનેજમેન્ટ કોઈ પગલા ભરે તેવુ તેમના નિવેદન પરથી જણાતુ નથી.

અમદાવાદઃDPS સ્કુલ દ્વારા ફી વધારાતા વાલીઓએ કર્યો વિરોધ

 

સુચવેલા સમાચાર