ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા દિવસે જ 'ઓબામાકેયર' વિરૂધ્ધ આદેશ પર કર્યા હસ્તાક્ષર

Jan 21, 2017 01:54 PM IST | Updated on: Jan 21, 2017 01:54 PM IST

નવી દિલ્હી #અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણના ગણતરીના કલાકોમાં જ ઓબામાકેયરના આર્થિક બોજને હળવો કરવાના ઇરાદે વચગાળાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

ટ્રમ્પે એક પાનાના આ આદેશ પર હસ્તાક્ષર કરી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પ્રચાર અભિયાન અંતર્ગત ઓબામાના આરોગ્ય સંભાળના કાયદાને રદ કરવા માટેના પોતાના વચનને પુરૂ કરવાની દિશામાં કદમ માંડ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા દિવસે જ 'ઓબામાકેયર' વિરૂધ્ધ આદેશ પર કર્યા હસ્તાક્ષર

ટ્રમ્પે અમેરિકાના 45મા રાષ્ટ્રપતિના રૂપમાં કાર્યભાર સંભાળતાં વેંત જ પહેલો કાર્યકારી આદેશ જારી કર્યો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઇસરે વોશિંગ્ટનમાં પત્રકારોને કહ્યું કે, શપથગ્રહણ સમારોહની પરેડ સમાપ્ત થતાં જ ટ્રમ્પે ઓવલ કાર્યાલય જઇને અફોર્ડેબલ કેયર એક્ટ સંબંધી આદેશ પર હસ્તાક્ષર કર્યા જેમાં વિભાગો અને એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, પ્રક્રિયા અંતર્ગત તે ઓબામા કેયરના બોજને હળવો કરે.

આ આદેશનું શીર્ષક છે મિનિમાઇજિંગ ધ ઇકોનોમી બર્ડન ઓફ ધ પેશન્ટ પ્રોટેકશન એન્ડ અફોર્ડેબલ કેયર એક્ટ પેંન્ડિંગ રિપીલ, વ્હાઇટ હાઉસે આ અંગે કોઇ જાણકારી આપી નથી. કે ટ્રમ્પે પોતાના આ આદેશથી કયા કાયદાને નિશાન બનાવવા ઇચ્છે છે. અહીં નોંધનિય છે કે, ટ્રમ્પે ગઇ કાલે જ રાષ્ટ્રપતિના શપથ લીધા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર