અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ પણ મૂળ ગુજરાતી યુવકના કામની કરી કદર,આપ્યું મહત્વનું પદ

Jan 05, 2017 04:16 PM IST | Updated on: Jan 05, 2017 04:16 PM IST

વોશિંગટનઃ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ આજે યુવા એવા મુળ ભારતીય તેમજ ગુજરાતી અને અમેરિકામાં સ્થાયી થયેલા રાજ શાહને ડેપ્યુટી આસિસ્ટન્ટ ટુ ધ પ્રેસિડેન્ટ, ડેપ્યુટી કોમ્યુનિકેશન ડાયરેક્ટર અને રિસર્ચ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. ટ્રંમ્પએ વાઇટ હાઉસની ટીમમાં મહત્વનું પદ પર તેમની નિયુક્તી કરી છે.નોધનીય છે કે, શાહએ અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચુંટણીના પ્રચાર દરમિયાન હિલેરી ક્લિન્ટન સામે પ્રચાર કર્યો હતો.

શાહના માતા-પિતા ગુજરાતથી અમેરિકા સ્થાઇ થયેલા છે. શાહની ઉમર માત્ર 30-35 વર્ષની વચ્ચે છે. તે રિપબ્લિકન નેશનલ કમિટીના ઓપોજિશન રિસર્ચ પ્રમુખ હાલ છે. આ પદ પર રહેતા ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી સામે પ્રચારની ટીમનું નેતૃત્વ કર્યું હતું. રાજીવના પિતા 1960ના દાયકામાં ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતથી અમેરિકા ગયા હતા. શાહ શિકાગોમાં રહે છે અને તેમનો જન્મ પણ ત્યા જ થયો હતો.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ પણ મૂળ ગુજરાતી યુવકના કામની કરી કદર,આપ્યું મહત્વનું પદ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર