અમેરિકામાં ન દેખાવા જોઇએ સાત મુસ્લિમ મુલ્કના નાગરિકઃડોનાલ્ડ ટ્રંપ

Jan 28, 2017 11:18 AM IST | Updated on: Jan 28, 2017 11:27 AM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શનિવારે એક એવા શાસકીય આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જે સાત મુસ્લિમ દેશોના શરણાર્થિયોના આવવા પર રોકવા માટે ઇસ્લામી આતંકિયોને અમેરિકાથી બહાર કરવા માટેના સઘન તપાસના નવા નિયમો ઘડે છે.

રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછી પોતાના પહેલા પેટાગન પ્રવાસમાં ટ્રંપે આ શાસકીય આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. હસ્તાક્ષર કર્યા પછી ટ્રંપે કહ્યુ કે હું ઇસ્લામી આતંકીયોને અમેરિકાથી બહાર રાખવા માટે સઘન તપાસના નવા નિયમ સ્થાપિત કરી રહ્યો છું. હું તેમની અહી દેખવા નથી માગતો.

અમેરિકામાં ન દેખાવા જોઇએ સાત મુસ્લિમ મુલ્કના નાગરિકઃડોનાલ્ડ ટ્રંપ

ટ્રંપે કહ્યુ કે, અમે એ શુ નિશ્વિત કરવા માગીએ છીએ કે એ ખતરાઓને દેશમાં ન આવવા દઇએ જેનાથી અમારા સૈનિક વિદેશમાં લડી રહ્યા છે. અમે ફક્ત એ લોકોને દેશમાં આવા દઇશું જે અમારા દીશને સહયોગ આપશે અને અમારી જનતા સાથે પ્રેમ કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે સાઇન કરેલ ઓર્ડર અનુસાર ઇસ્લામિક કટ્ટરપંથીઓને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે. ઇરાક, ઈરાન, સીરિયા, સુદાન, લીબિયા, સોમાલિયા અને યમન જેવા સાત મુસ્લિમ દેશોના વિઝિટર્સને હાલમાં વિઝા નહીં આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર