આજે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ ટ્રંપની તાજપોશી,ISIS અને અલકાયદાની પણ નજર

Jan 20, 2017 11:06 AM IST | Updated on: Jan 20, 2017 11:06 AM IST

નવી દિલ્હીઃડોનાલ્ડ ટ્રંપ આજે અમેરિકાના 15મા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ ગ્રહણ કરશે. ટ્રંપની ઉમર 70 વર્ષની છે. અને તે અમેરિકાના સૌથી વધુ ઉમરના રાષ્ટ્રપતિ છે. શુક્રવારે અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બપોરે 12 વાગ્યે રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવશે. આ દરમિયાન અમેરિકામાં ભારતના રાજદૂત નવજેત સરના પણ હાજર રહેશે અને ટ્રંપના રાષ્ટ્રપતિ પદના શપદ ગ્રહણ સમારોહમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

આ અગાઉ ગુરુવારે સાંજે ટ્રંપે અમેરિકનોને સખત મહેનત કરવા અને ચીજોને દુરસ્ત કરવાનો વાયદો કર્યો હતો. લિંકન મેમોરિયલમાં આયોજીત મેક એમેરિકા ગ્રેટ અગેન રેલી અને કન્સર્ટમાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધતા ટ્રંપે કહ્યુ કે આપણે દેશને એકજુટ કરીશુ અને અમેરિકાને ફરી મહાન બનાવીશું. આપણે આપણા લોકો અને દેશમાં દરેક માટે અમેરિકાને મહાન બનાવીશું.

આજે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ ટ્રંપની તાજપોશી,ISIS અને અલકાયદાની પણ નજર

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રંપની તાજપોશી પર આતંકી સંગઠન આઇએસઆઇએસ અને અલકાયદાની પણ નજર છે. તેઓ અગાઉ ધમકીઓ પણ આપી ચુક્યા છે. તાજપોશી સમયે સંગઠનના સ્લીપર સેલના આતંકીઓ દહેશત ફેલાવી શકે છે. ખુફિયા એજન્સીઓના એલર્ટ મુજબ આઇએસઆઇએસ અને અલકાયદાએ ડોનાલ્ડ ટ્રંપના શપથગ્રહણ સમારોહની પરેડ પર નિશાન સાધવાની સાજીસ રચી છે. આઇએસઆઇએસ પહેલેથી જ ધમકી ઉચ્ચારતુ આવ્યુ છે કે તેમના નિશાને અમેરિકી રાષ્ટ્રપતિ અને ત્યાની ચુંટણી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર