ડોન લતીફે ધરપકડથી બચવા દેશ છોડવો પડ્યો હતો!

Jan 25, 2017 03:36 PM IST | Updated on: Jan 25, 2017 05:40 PM IST

અમદાવાદઃ ડોન અબ્દુલ લતીફના જીવન પર બનેલી ફિલ્મ રઈસને લઈને અનેક વિવાદો શરૂ થયા છે.ત્યારે ન્યુઝ18 ઈટીવીની ટીમે લતીફના એક સમયના સાગરીત એહમદહુસેન સાથે વાતચીત કરી હતી.એહમદહુસેન સૈયદ વર્ષ 1992ના ચકચારી રાધિકા જીમખાના હત્યાકાંડ કેસમાં આરોપી છે.

ડોન લતીફે ધરપકડથી બચવા દેશ છોડવો પડ્યો હતો!

abdul ahemad

જેલવાસ ભોગવી રહેલા એહમદહુસેન હાલ પેરોલ પર મુક્ત છે.દારૂના ધંધામાં હરીફ બનેલા હંસરાજ ત્રિવેદીની હત્યા  કરવા માટે લતીફે શરીફખાન ઉર્ફે એસ.કે.ને આદેશ આપ્યો હતો.રાધિકા જીમખાના હત્યાકાંડમાં 9 લોકોના મોત થયા હતા.આ હત્યાકાંડ બાદ લતીફની પડતી શરૂ થઈ અને તેણે ધરપકડથી બચવા દેશ છોડવો પડ્યો હતો.એહમદહુસેને લતીફ અને દાઉદના સંબંધોનો ઇન્કાર કર્યો છે. અને કહ્યુ હતું કે,લતીફ ગરીબોનો મસીહા હતો.

કહેવાય છે કે, લતીફ દુબઇ ભાગી છુટ્યો હતો. પરંતુ ત્યા તેનું મન લાગતુ ન હતું. થોડો સમય રહ્યા બાદ તે 1994માં પાકિસ્તાનના અટારી થઇ દિલ્હી આવ્યો ત્યા તેણે હપ્તા વસુલી, અપહરણ, હત્યા માટે સોપારી લેવાનું શરૂ કર્યુ હતું. તે વધુ કઇ કરે તે પહેલા 10 ઓક્ટોબર 1995ના ગુજરાત એટીએસ, સીબીઆઇ અને દિલ્હી પોલીસના જોઇન્ટ ઓપરેશનમાં તે પકડાઇ ગયો હતો.

પોલીસ સાથે લતીફના લુકાછીપીની રમત ચાલતી રહી. આખરે 28 નવેમ્બર 1997ના અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. માત્ર 46વર્ષની ઉમરે આતંકનો પર્યાય બનેલ લતીફનો ખૌફ તેની મોત બાદ પણ એક દશકા સુધી અમદાવાદના વિસ્તારોમાં જોવા મળ્યો હતો.

સુચવેલા સમાચાર