રાજકોટમાં ડોક્ટરોની રેલીમાં માંગઃસાપરાધ માનવ વધની કલમ અમારી સામે ન લગાવો

Jan 30, 2017 03:18 PM IST | Updated on: Jan 30, 2017 05:49 PM IST

રાજકોટઃરાજકોટમાં આજે ખાનગી હોસ્પીટલના તબીબો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. જે શહેર પોલિસ કમિશનર કચેરી સુધી પહોંચી હતી. જ્યા શહેર પોલિસ કમિશનરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યુ હતુ.

આવેદન પત્રમાં તબીબો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યુ હતુ કે તબીબોની બેદરકારી સબબ જે 304ની કલમ કે જેને સાપરાધ માનવ વધની કલમ લગાવવામાં આવે છે. તે કલમ ના લગાવવામાં આવે. કારણકે તબીબ જાણે જોઈને બેદરકારી દાખવતો હોતો નથી. તબીબના તમામ પ્રયાસો તેના દર્દીને બચાવવાના જ હોઈ છે.

ઈન્ડિયન મેડિકલ એસો.ના તમામ ડોક્ટરોની અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન,રાજકોટના એસોસિએશને આપ્યું એલાન

રાજકોટના રેડક્રોસ હોલમાં મળેલી બેઠકમાં નિર્ણય

ઈમરજન્સી કેસ પણ ડોક્ટર હાથ પર નહી લે

ઈમરજન્સીવાળાને સિવિલ હોસ્પિટલ જવા ડોક્ટરોની અપીલ

304નો કેસ લાગુ કરાતા ડોક્ટરો નારાજ

સુચવેલા સમાચાર