ચુંટણીથી ગામમાં રોપાયા વેરના બીજ,મામલો પોલીસ મથકે પહોચ્યો

May 25, 2017 08:26 AM IST | Updated on: May 25, 2017 08:26 AM IST

રાજકોટની ભાગેળે આવેલા મહીકા ગામના લોકો આજે પોલીસ કમિશ્નર કચેરીએ પંહોચ્યા હતા. ગામમા ચુટણી સમયથી હાર જીતને કારણે વેરજેર ચાલી રહ્યા હોવાથી ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો છે. અમુક માથાભારે શખ્સો ગામ લોકોને હેરાન પરેશાન કરે છે અને ધાકધમકીઓ આપે છે. જેને લઇને આજે મોટી સંખ્યામાં ગામના લોકો પોલીસ કમિશ્નર કચેરીએ પંહોચ્યા હતા.

પોલીસ આવા અસામાજીક તત્વોને છાવરતી હોવાનો આક્ષેપ ગામના સરપંચ અને સ્થાનીકોએ કર્યો હતો. અસામાજીક તત્વો મહીલાઓને પણ માર મારતા હોવાનુ આક્ષેપ ગામની મહીલાઓએ કર્યા હતો. ઉલ્લેખનીય છે કે મહીકા ગામમા સરપંચની ચુટણી સમયથી ગામમા જે જુથો વચ્ચે મારા મારીના બનાવો બનતા જ રહ્યા છે. ત્યારે આજે ગામલોકોએ ભારે વિરોધ કર્યા હતો.

ચુંટણીથી ગામમાં રોપાયા વેરના બીજ,મામલો પોલીસ મથકે પહોચ્યો

આવા અસામાજીક તત્વોને પકડીને કાયદાનુ ભાન કરાવવામા આવે તેવી માગણી ગામલોકોએ કરી છે. તો બીજી તરફ ગામ લોકોએ માંગ કરી હતી કે પોલીસ અસામાજિક તત્વો સામે પગલા ભારે અથવાતો અન્ય ગામ લોકોને જેલમાં મોકલી આપે જેથી તે સુરક્ષિત રહે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર