મોટુ ડિસ્કાઉન્ટ મળતાં અડધી રાત્રે શો રૂમ પર ખરીદી જામી, રાતોરાત વાહનો ઘરે લઈ ગયા

Mar 31, 2017 07:19 AM IST | Updated on: Mar 31, 2017 08:23 AM IST

વાપી :  સુપ્રીમ કોર્ટ દ્વારા દ્વિચક્રી વાહનોના બીએસઇ3 એન્જીન ના ઉત્પાદન ઉપર રોક લગાવી દેવામાં આવતા ઑટોમોબાઈલ ડિલરો ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.તો બીજી તરફ નવસારી જેવા નાના શહેરો માં ડિલરો દ્વારા મોટું ડિસ્કાઉન્ટ વાહનો ઉપર જાહેર કરતા વાહનો ની ખરીદી માટે મોડી રાત્રે પણ ભીડ જોવા મળી હતી.

નવસારી શહેર ના હોન્ડા મોટર્સ ના ડીલર ને ત્યાં ગત મોડી રાત્રે પણ ભારે ભીડ જોવા મળી હતી.ડીલર દ્વારા દ્વિચક્રી વાહનો ઉપર મોટું ડિસકાઉન્ટ જાહેર કરાતા લોકો એ વાહન ખરીદી માટે રાતો રાત લાઈનો લગાવી પડાપડી કરી હતી.મળતી માહિતી મુજબ એક્ટિવા અને બીજા મોપેડ ઉપર રૂપિયા દસ હજાર અને બાઇક ઉપર રૂપિયા પંદર હજાર જેટલું ડિસ્કાઉન્ટ ડીલર દ્વારા આપતા નવસારી માં મોટા પાયે લોકો એ નવા વાહન ની ખરીદી કરી હતી.મોડી રાત્રે પણ લોકો એ મુર્હુત જોયા વિના નવા વાહન ને હાર ટોરા કરી ઘરે લઈ જતા કેમેરા માં કેદ થયા હતા.

મોટુ ડિસ્કાઉન્ટ મળતાં અડધી રાત્રે શો રૂમ પર ખરીદી જામી, રાતોરાત વાહનો ઘરે લઈ ગયા

સુચવેલા સમાચાર