અમરેલીઃમાનવભક્ષી દિપડા સાથે બાથ ભીડી ખેડૂતોએ ઘરમાં પુર્યો

Apr 04, 2017 05:45 PM IST | Updated on: Apr 04, 2017 06:14 PM IST

અમરેલીના જાફરાબાદના હેમાર ગામમાં આજે એક રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો હતો.દીપડાએ 2 વ્યક્તિ પર હુમલો કરી શિકાર બનાવ્યા હતા.બંને ઈજાગ્રસ્તોને મહુવા હોસ્પિટલ ખસેડાયા છે. જો કે સાવચેતી વાપરીગામના લોકોએ દીપડાને ઘરમાં પૂરી દીધો હતો.વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું છે.ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. વનવિભાગ એ રેસ્ક્યુ કરી દીપડા ને પાંજરે પૂરતા ગામ લોકો એ રાહત નો શ્વાસ લીધો છે.

dipdo

અમરેલીઃમાનવભક્ષી દિપડા સાથે બાથ ભીડી ખેડૂતોએ ઘરમાં પુર્યો

અમરેલી જિલ્લામાં  જાફરાબાદ તાલુકાના હેમાળ ગામમાં ખેડૂત મંગાભાઇ વાઘ અને તેના પુત્ર કાળુભાઇ વાઘ તેમના ઘરમાં સુતા હતા અને દીપડો ઓચિંતાનો સીધો તેમના ઘરમાં આવી પિતા પુત્ર પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધા તેમ છતાં બહાદુર ખેડૂત મંગાભાઇ એ બહાર નીકળી મકાનને તાળું મારી દીપડાને પુરી દેતા ગામ લોકોના ટોળે ટોળા અહીં જોવા માટે ઉમટી પડ્યા હતા. ગામ લોકો એ ઇજાગ્રસ્થ બને ખેડૂતો ને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ માં ખસેડ્યા હતા.

ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ માં રીફર કરી દીધા અને તેમની પરિસ્થિતિ હાલ માં નોર્મલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામ લોકો દ્વારા વનવિભાગ ને જાણ કરતા વનતંત્ર નો મોટો કાફલો દીપડાને પકડી રેસ્ક્યુ ઓપરેશન કરવા મારે હેમાળ ગામ માં પોહ્ચ્યો હતો.વનવિભાગ દ્વારા દીપડા ને પાંજરે પુરી જસાધાર ઍનિમલકેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો.

સુચવેલા સમાચાર