કરોડપતિ ચોર,ટ્રેનના એસી કોચમાં કરતો મુસાફરી,ફાઇવસ્ટાર હોટલમાં રહેતો

Feb 25, 2017 05:34 PM IST | Updated on: Feb 25, 2017 05:34 PM IST

વડોદરાઃટ્રેનના એસી કોચમાં મુસાફરોના સામાનની ઉઠાંતરી કરી હાહાકાર મચાવનાર કરોડપતિ ચોરને વડોદરા રેલવે પોલીસે દબોચી લીધો છે. પૂછતાછમાં કરોડપતિ ચોર દિલીપ પટેલે કબુલાત કરી હતી કે તે હરિદ્રારમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસ્યા કરે છે.તેના પાસે ચાર મોંઘીદાટ કાર છે તેમજ એક ગેસ્ટ હાઉસ છે.

ઉપરાંત તેને બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે.દિલીપ હંમેશા ટ્રેનના એસી કોચમાં જ મુસાફરી કરે છે તેમજ મોંઘીદાટ હોટલમાં વસવાટ કરે છે.તેમજ જયારે તે ટ્રેનમાં મુસાફરી કરે ત્યારે તેને ચોરી કરવાનું મન થાય છે.રેલવે પોલીસે કરોડપતિ ચોર પાસેથી લેપટોપ સહિત રૂપિયા 81070નો મુદ્દામાલ કબજે કર્યો છે.

કરોડપતિ ચોર,ટ્રેનના એસી કોચમાં કરતો મુસાફરી,ફાઇવસ્ટાર હોટલમાં રહેતો

પૂણેના રહેવાસી ધનંજય અધુરકરે વડોદરા રેલવે પોલીસમાં 20 ફેબ્રુઆરીના રોજ પૂણે જોધપુર એકસપ્રેસ ટ્રેનના એસી કોચમાં મુસાફરી સમયે રૂપિયા 48 હજારની કિંમતનું લેપટોપ અને રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે રેલવે પોલીસે તપાસ કરતા અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 23 ફેબ્રુઆરીના રોજ ઉત્તરાખંડના હરિદ્રારમાં રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસ્યા કરતા દિલીપ પટેલની લેપટોપની બેગ સાથે ધરપકડ કરી હતી. પૂછપરછમાં કરોડપતિ ચોર દિલીપ પટેલે અત્યાર સુધી 10 ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

સુચવેલા સમાચાર