ડેબ્યૂ મેચમાં છવાયો ચાઇનામેન બોલર કુલદીપ યાદવ, સચિન પણ આફરીન

Mar 25, 2017 04:08 PM IST | Updated on: Mar 25, 2017 04:08 PM IST

ધર્મશાલા #ધર્મશાલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી આખરી અને મહત્વની ચોથી ટેસ્ટ મેચમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલ ભારતીય ચાઇનામેન બોલર કુલદીપ યાદવ છવાયો હતો. કેપ્ટન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થતાં કુલદીપ યાદવને તક મળી હતી.

પોતાની પ્રથમ આંતર રાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી રહેલા ભારતીય ચાઇનામેન કુલદીપ યાદવે આજે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ચિત કર્યા હતા. કુલદીપ યાદવ ભારત તરફથી 288મો ટેસ્ટ ખેલાડી બન્યો છે.

ડેબ્યૂ મેચમાં છવાયો ચાઇનામેન બોલર કુલદીપ યાદવ, સચિન પણ આફરીન

22 વર્ષિય પ્રતિભાશાળી કુલદીપ યાદવે ધર્મશાલા ટેસ્ટમાં પોતાની પ્રતિભા બતાવી છે અને જેવી આશા હતી એ પુરવાર કરી બતાવી છે. વોર્નર 56 રન બનાવી કુલદીપના બોલ પર કેચ આઉટ થયો હતો. પીટર હેંડ્સકોમ્બ અને ગ્લેન મેક્સવેલને 8 રન પર બોલ્ડ કર્યો હતો.

સચિન પણ આફરીન: કુલદીપના ડેબ્યૂ મેચમાં કમાલની બોલિંગથી ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકર પણ ખુશ છે. સચિને ટ્વિટ કરી કહ્યું કે, હું કુલદીપ યાદવની બોલિંગથી ઘણો પ્રભાવિત છું. એની બોલિંગમાં વેરિએશન છે અને શું શરૂઆત કરી છે. આ જ રીતે પરફોર્મ કરે, આ મેચ જીંદગી બદલી શકે એમ છે.

સુચવેલા સમાચાર