IND vs AUS: ઓસ્ટ્રેલિયા 300 રનમાં ઓલ આઉટ, ચાઇનામેનની કમાલ

Mar 25, 2017 04:24 PM IST | Updated on: Mar 25, 2017 04:30 PM IST

ધર્મશાલા #ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં આજથી શરૂ થયેલી છેલ્લી અને મહત્વની ટેસ્ટ મેચમાં ભારતીય બોલરો સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઘૂંટણિયે થયા છે. ઓસ્ટ્રેલિયન ટીમ 300 રનમાં ઓલ આઉટ થઇ છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ રમનાર ભારત ચાઇનામેન કુલદીપ યાદવે પોતાની બોલિંગમાં કમાલ કરી હતી. (મેચનો ફુલ સ્કોર જોવા ક્લિક કરો)

ધર્મશાલા ખાતે આજથી શરૂ થયેલી આખરી ટેસ્ટ મેચમાં ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ  બેટીંગ લીધી હતી. શરૂઆતથી જ ભારતીય બોલરો હાવી રહ્યા હતા. જેમાં પ્રથમ આંતર રાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમતા ભારતીય બોલર કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી પોતાની બોલિંગની કરામત બતાવી હતી.

IND vs AUS: ઓસ્ટ્રેલિયા 300 રનમાં ઓલ આઉટ, ચાઇનામેનની કમાલ

ભારત તરફથી સૌથી વધુ વિકેટ નવા ખેલાડી કુલદીપ યાદવે લીધી હતી. કુલદીપે 23 ઓવર ફેંકી 3 મેઇડન સાથે 68 રન આપી 4 વિકેટ ઝડપી હતી તો ઉમેશ યાદવે 15 ઓવરમાં 1 મેઇડન સાથે 69 રન આપી 2 વિકેટ લીધી હતી. જયારે ભુવનેશ્વરકુમાર, જાડેજા અને અશ્વિનને એક એક વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયા 300 રનમાં ઓલ આઉટ, જુઓ સ્કોર બોર્ડ

aus-bats

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર