પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોરનું સસ્પેન્શન રદ

Mar 09, 2017 04:13 PM IST | Updated on: Mar 09, 2017 06:34 PM IST

ગાંધીનગરઃગુજરાત વિધાનસભામાં તાજેતરમાં શાસક અને વિપક્ષ વચ્ચે થયેલા હંગામા અને મારામારીના મુદ્દે અધ્યક્ષ દ્વારા કાર્યવાહીનો કોરડો વીંઝાયો હતો અને કોંગ્રેસના બે ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પરેશ ધાનાણીને સત્ર ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા હતા. જો કે સસ્પેન્સન પાછુ ખેચવા માટે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

paresh-baldevji

ત્યારે આ મુદ્દે વિચાર વિમસ બાદ આજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા  પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોર સસ્પેન્શન રદ કરવાની ભલામણ ગૃહમાં કરવામાં આવી હતી. જેને નીતિન પટેલ દ્વારા પણ સમર્થન અપાયું હતું.કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રદીપસિંહ જાડેજાનું પગલું આવકારવામાં આવ્યું હતું. જેથી પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોરનું સસ્પેન્શન રદ કરાયું છે.

સુચવેલા સમાચાર