અમદાવાદ કોણ સુરક્ષિત!,ડે.મેયરના ગળામાંથી ચેઇન સ્નેચિંગ

Jan 29, 2017 04:20 PM IST | Updated on: Jan 29, 2017 04:20 PM IST

અમદાવાદઃઅમદાવાદના ડેપ્યુટી મેયર પ્રમોદાબેન સુતરીયાના ગળામાંથી ચેઈન તોડીને બે શખસો નાસી છુટ્યા હતા. અમદાવાદ શહેરમાં ચેઈન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરની મહીલાઓ કેટલી સુરક્ષીત છે તેની વધુ એક ઘટના સામે આવી છે.

શહેરના બીજા નંબરના નાગરીક એવા ડેપ્યુટી મેયર પ્રમોદાબેનસુતરીયા કે જે તેમના નારણપુરા વિસ્તારમાં આવેલ પંચશીલ બસ સ્ટેન્ડની સેવા ગ્રામ સોસાયટીમા તેમના ભાઈના ત્યા એક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા

અમદાવાદ કોણ સુરક્ષિત!,ડે.મેયરના ગળામાંથી ચેઇન સ્નેચિંગ

ત્યારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં બે એક્ટીવા ચાલકો તેમના ગળામાંથી

ચેઈન તોડીને નાસી છુટ્યા હતા..ત્યાર બાદ ડેપ્યુટી મેયર પ્રમોદાબેન

સુતરીયાએ બુમો પણ પાડી હતા પરંતુ તેઓ નાસી છુટવામા સફળ રહ્યા હતા.

પ્રમોદાબેનએ પોલીસને જાણ કરી હતી.

ડેપ્યુટી મેયર સાથે ચેઈન સ્નેચિંગનોબનાવ બન્યાની જાણ થતા જ એસીપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ સૌના મનમાં એક જ સવાલ ઉભો થાય છે કે શહેરમાં ડેપ્યુટી મેયર જ સલામત નથી તો અન્ય લોકોનું શુ થશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર