ગુજરાત યુનિ.માં પીજી મેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા સામે સ્ટેની માંગ

Mar 28, 2017 08:56 PM IST | Updated on: Mar 28, 2017 08:56 PM IST

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પી. જી. મેડિકલ કોર્સમાં તેમના વિદ્યાર્થીઓને અગ્રીમતા આપવાના નિર્ણયના સમર્થનમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.સુનાવણી દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વકીલની રજૂઆત હતી કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અગ્રીમતા આપ્યા વગર  કોમન મેરિટથી પ્રવેશ આપવાના નિર્ણય પર સ્ટે આપવામાં આવે. આજથી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયા રદ કરવામાં આવે.

બીજી તરફ અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, અગ્રીમતા આપ્યા વગર કોમન મેરિટથી પ્રવેશ આપો. નીટની પરીક્ષા બાદ યુનિવર્સિટી દ્વારા તેમના વિદ્યાર્થીઓને પ્રવેશમાં અગ્રીમતા આપવાની વાતનો કોઈ અર્થ જ રહેતો નથી. હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે કોમન મેરિટના આધારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ચોથી એપ્રિલથી 31 મે સુધી સ્ટેટ ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરીશુ.આ અરજી પર વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.

ગુજરાત યુનિ.માં પીજી મેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા સામે સ્ટેની માંગ

ગુજરાત યુનિવર્સિટીમાં પીજી મેડિકલ કોર્સમાં પ્રવેશનો મામલો

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હાઈકોર્ટમાં રજૂઆત

ગુજરાત યુનિવર્સિટીનો તેના વિદ્યાર્થીઓને અગ્રીમતા આપવાનો નિર્ણય અયોગ્ય

કોમન મેરિટના આધારે પ્રવેશ આપવાના નિર્ણય સામે સ્ટે આપો

આજથી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયા સામે સ્ટે આપો

અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હાઈકોર્ટમાં રજૂઆત

નીટની પરીક્ષા બાદ, યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને અગ્રીમતાનો કોઈ મતલબ નથી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર