દિલ્હી વિધાનસભામાં AAPના ધારાસભ્યોએ કપિલ મિશ્રાને મારમાર્યો,રોતા રોતા આવ્યા બહાર

May 31, 2017 02:59 PM IST | Updated on: May 31, 2017 03:03 PM IST

આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય કપિલ મિશ્રાને બુધવારે દિલ્હી વિધાનસભામાં મારમારવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર આપના ધારાસભ્યોએ કપિલ મિશ્રાને બરાબરનો મારમાર્યો હતો. જે પછી વિધાનસભાના વિશેષ સત્રમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. કપિલ મિશ્રા આંખમાં આસુ સાથે વિધાનસભામાંથી બહાર નીકળ્યા હતા.

kapil

દિલ્હી વિધાનસભામાં AAPના ધારાસભ્યોએ કપિલ મિશ્રાને મારમાર્યો,રોતા રોતા આવ્યા બહાર

અહેવાલ મુજબ કપિલ મીશ્રા રામલીલા મેદાનમાં વિશેષ સત્ર કરાવવા માટે બેનર લહેરાવતા હતા આ દરમિયાન આપ ધારાસભ્યોએ સાથે હાથાપાઇ થઇ હતી.

વિધાનસભાથી બહાર નીકળતા કપિલ મિશ્રાએ કહ્યુ, મે કાલે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી 5 મિનિટનો સમય માગ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનના ગોટાળા પર રામલીલા મેદાન પર ખુલુ સત્ર બોલાવવા માગ કરી હતી. વિધાનસભામાં આ અંગે મારો પક્ષ રાખવાનો હતો ત્યારે મદનલાલ અને અમાનતુલ્લા ખાન જેવા ધારાસભ્યોએ ઘુસ અને લાતો મારી. વિજ્યુઅલ જોશો તો ખબર પડી જશે મનિષ સિસોદિયાના ઇશારે મારપીટ કરાઇ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર