કામ અમે કર્યુ તો બીજેપીને વોટ કેમ,આપ નેતાએ ફરી EVM પર ઉઠાવ્યા સવાલ

Apr 26, 2017 11:14 AM IST | Updated on: Apr 26, 2017 11:14 AM IST

આમ આદમી પાર્ટીએ દિલ્લી નગર નિગમની ચુંટણીમાં પછડાટ ખાધા પછી ફરી એક વાર ઇવીએમમાં ગડબડીનો મુદ્દો ઉઠાવ્યો છે. ન્યૂઝ18 ઇન્ડિયા સાથે વાતચિંતમાં આપ પ્રવક્તાએ કહ્યુ, દિલ્હીમાં બધા કામ અમે કર્યા તો વોટ બીજેપીને કેવી રીતે મળ્યા. તેમણે કહ્યુ આ બઢત(બીજેપીની)ઇવીએમમાં ગડબડીને કારણે છે. જનતા આ સમજી રહી છે.

MCD-Quotes_1

કામ અમે કર્યુ તો બીજેપીને વોટ કેમ,આપ નેતાએ ફરી EVM પર ઉઠાવ્યા સવાલ

દિલ્લીમાં કેજરીવાલ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી ગોપાલ રાયએ પણ પાર્ટીની હારના ઠીકરા ઇવીએમ પર ફોડ્યા છે. તેમણે કહ્યુ, બીજેપીની એમસીડીમાં ચકત્કારીક જીત મોદી લહેર નહી, ઇવીએમની લહેર છે.

MCD-Quotes_2

બીજેપીએ માગ્યુ રાજીનામું

આ તરફ આપની હાર પછી બીજેપીના દિલ્હીના અધ્યક્ષ મનોજ તીવારીએ કેજરીવાલ સરકારથી રાજીનામું માગ્યું છે. તેમણે દિલ્હીમાં આ જનાદેશ પછી કેજરીવાલ સરકારને સત્તામાં રહેવાનો કોઇ હક ન હોવાનું કહ્યુ છે. સ્વરાજ અભિયાનના સંયોજક અને પુર્વ આપનેતા યોગેન્દ્ર યાદવે પણ કેજરીવાલના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે.

MCD-Quotes_4

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર