શાહ, ભરતસિંહ અને શંકરસિંહ એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના

Mar 31, 2017 10:37 AM IST | Updated on: Mar 31, 2017 10:37 AM IST

અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા સતત બે દિવસમાં બીજીવાર એકબીજાને મળી ચુક્યા છે. આજે અમિત શાહ, શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીની મુલાકાત થઇ છે. અમદાવાદ એરપોર્ટ પર બાપુ, સોલંકી અને શાહ વચ્ચે મુલાકાત થઇ છે. ત્રણેય એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થયા છે. બે દિવસનો ગુજરાત પ્રવાસ પુર્ણ કરી અમિત શાહ ફરી આજે દિલ્હી જતા હતા તો કોંગ્રેસના બંને નેતાને દિલ્હીનું તેડું આવ્યું હતું.

bapu-bharatsinh dillo

શાહ, ભરતસિંહ અને શંકરસિંહ એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ આ વખતે સત્તા હાથમાં લેવા કોઇ કચાસ બાકી રાખવા માગતું નથી. નોધનીય છે કે, ગઇકાલે અમિત શાહ દ્વારા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે તેના બિજા દિવસે જ શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહને દિલ્દી દરબારમાં હાજર થવા ફરમાન કરાયું છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર