ડીસાઃસરકારે સહાય રૂપે આપેલી સાઇકલો વિદ્યાર્થીનીઓ સુધી ન પહોચી

Jan 25, 2017 02:46 PM IST | Updated on: Jan 25, 2017 02:46 PM IST

પાલનપુરઃગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી માટે ખુબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા છેલ્લા આઠથી દશ માસથી સરકાર દ્વારા આપવામાં આવેલી સાયકલો આજે પણ વિદ્યાર્થીનીઓને આપવાના બદલે શાળાના ઓરડાઓમાં જ ધૂળ ખાઈ રહી છે. જેમાંથી કેટલાક સાયકલોના સ્પેર પાર્ટ્સ પણ તૂટી ગયા છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કન્યા કેળવણી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાંથી સરકાર દ્વારા ધોરણ નવમાં અભ્યાસ કરતી તમામ સરકારી શાળાઓની બાળકીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે સાયકલો આપવાની યોજના ચાલી રહી છે. જે યોજના અંતર્ગત ડીસા શહેરમાં આવેલી ડીસા નગરપાલિકા સંચાલીત ડી.એન.પી. ગર્લ્સ હાઇસ્કુલમાં પણ શાળા પ્રવેશોત્સવ વખતે ૧૭૦થી વધુ સાયકલો શાળાને સોંપવામાં આવી હતી. આ સાયકલો શાળામાં નવમાં ધોરણમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે આપવાની હતી. પરંતુ સરકાર દ્વારા ડીસા નગરપાલિકા સંચાલીત ડી.એન.પી. ગર્લ્સ હાઇસ્કુલને આ સાયકલો પહોંચાડ્યાને લગભગ દશેક માસ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં આ શાળામાં વિદ્યાર્થીનીઓને સાયકલોનું વિતરણ હજુ સુધી કરવામાં આવ્યું નથી.

ડીસાઃસરકારે સહાય રૂપે આપેલી સાઇકલો વિદ્યાર્થીનીઓ સુધી ન પહોચી

અને આ તમામ સાયકલો અત્યારે શાળાના જ બંદ ઓરડાઓમાં ધૂળ ખાઈ રહી છે.જે  રૂમ માં પુસ્તકાલય બનાવવાનું હતું તેની જગ્યાએ પુસ્તકાલય ના રૂમ ને સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરી સરકારી સહાય ની સાયકલો ભરવામાં આવી હતી. જેમાંથી મોટાભાગની સાયકલોને જંગ લાગી ગયો છે. તો કેટલીક સાયકલોના સ્પેર પાર્ટ્સ પણ તૂટી ગયા છે. આજે જયારે અમારા સંવાદદાતાએ ડીસા નગરપાલિકા સંચાલીત ડી.એન.પી. ગર્લ્સ હાઇસ્કુલની મુલાકાત લીધી ત્યારે નવમાં ધોરણમાં અભ્યાસ કરતી એવી ઘણી બધી વિદ્યાર્થીનીઓ મળી કે જે દુર દુરથી ચાલતા અભ્યાસ કરવા આવી રહી છે પરંતુ હજુ સુધી આ વિદ્યાર્થીનીઓને સાયકલ શાળાના સંચાલકો દ્વારા આપવામાં જ આવી નથી.

ડીસા નગરપાલિકા સંચાલીત ડી.એન.પી. ગર્લ્સ હાઇસ્કુલના ઇન્ચાર્જ આચાર્ય પીરાભાઇનો સંપર્ક કરતા તેમને આ સાયકલો દશેક માસથી આવી હોવાની કબુલાત કરી હતી. અને તેઓ વિદ્યાર્થીની ઓને સાયકલો આપતા હોવાનો ખોખલો બચાવ કર્યો હતો.

એકતરફ કન્યા કેળવણી ની વાતો તો બીજી તરફ વાસ્તવીકતા કઈક અલગ છે.એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે ત્યારે સાયકલો વિદ્યાર્થીનીઓને નથી અપાઈ સાયકલો અપાઈ નથી.જેથી કહિ શકાય કે સરકારની યોજનાઓ પર જામી ધૂળ જામી છે જેને દુર કરવાની તસ્દી સરકાર કોણ ઊઠાવશે એ તો સમય બતાવશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર