વર્ષ 1993માં અમદાવાદમાં ઘાતક શસ્ત્રો લાવવાના કેસમાં દાઉદના સાગરિત મંમુમિયાના જામીન મંજૂર

Apr 29, 2017 03:45 PM IST | Updated on: Apr 29, 2017 03:45 PM IST

બાબરી મસ્જિદ ધ્વંસ બાદ વર્ષ 1993માં અમદાવાદના દરિયાપુરમાં ઘાતક શસ્ત્રોનો જથ્થો લાવવાના કેસમાં આરોપી મંમુમિયા પંજુમિયાના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. હાઈકોર્ટે રૂ. 10000ના બોંડ પર જામીન મંજૂર કર્યા છે.

આ સાથે જ મંમુમિયા પંજુમિયા સામે દાખલ થયેલા છેલ્લા વીસ કેસમાં તેના જામીન મંજૂર થયા છે.ભૂતકાળમાં અલગ અલગ 17 કેસમાં મંમુમિયાના જામીન મંજૂર થયા છે અથવા તો નિર્દોષ છુટ્યો છે અથવા તો તેની સામેના કેસમાં ડિસ્ચાર્જ અરજી મંજૂર થઈ છે.ચાલુ વર્ષે સુપ્રીમ કોર્ટે ગોસાબારામાં ઘાતક શસ્ત્રો ઉતારવાના કેસ અને જામનગરમાં ષડયંત્ર રચવાના કેસમાં મંમુમિયાના જામીન મંજૂર કર્યા હતા. હાલ મંમુમિયા પર રાજ્ય સરકારે કેટલાંક કારણોસર તેના જેલમાંથી બહાર હરવા ફરવા પર રોક લગાવેલી છે.

વર્ષ 1993માં અમદાવાદમાં ઘાતક શસ્ત્રો લાવવાના કેસમાં દાઉદના સાગરિત મંમુમિયાના જામીન મંજૂર

જેથી મંમુમિયા જેલમાંથી બહાર આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.આ રોક હટાવવા માટે પણ મંમુમિયાએ વર્ષ 2014માં હાઈકોર્ટમાં અરજી કરેલી છે.મહત્વનુ છે કે મંમુમિયાની ધરપકડ વર્ષ 2005માં વિવિધ કેસો અંતર્ગત થયેલી છે અને છેલ્લા બાર વર્ષથી તે જેલમાં જ છે.મંમુમિયાએ દાઉદ ઈબ્રાહીમનો સાગરિત હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર