દમણમાં વીજ વિભાગના ખાનગીકરણનો વિરોધ

Apr 16, 2017 01:22 PM IST | Updated on: Apr 16, 2017 01:22 PM IST

સંઘ પ્રદેશ દમણ વિજ વિભાગના ખાનગીકરણના વિરોધમાં શનિવારે સજ્જડ બંધ રહ્યું હતું.દમણ-દીવને ગુજરાતમા સામેલ કરવાની હિલચાલના વિરોધ મા બંધનુ એલાન દમણ યુથ એક્શન ફોર્સ દ્વારા આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દમણ બંધનુ એલાન આપનાર યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલની બે દિવસ પહેલાજ ધરપકડ થઇ છે.દમણ બંધના એલાનને પગલે સવારથી દમણના તમામ વિસ્તારોમાં જડબેસાલક બંધ જોવા મળ્યું છે. દમણ બંધની વ્યાપક અસર પ્રવાસન પર જોવા મળી રહી છે.નાની મોટી દમણ ની મોટાભાગની બજાર અને દુકાનો બંધ રહી છે.મોટી સંખ્યા મા લોકો નાની દમણ બસ સ્ટેશન પર એકઠા થયા છે.આ બંધ ને લઈ ને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

દમણમાં વીજ વિભાગના ખાનગીકરણનો વિરોધ

ગુજરાત હાઇકોર્ટ એ આ મામલે પડોશી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ને હવે ગુજરાતમા ભેળવવાનો સમય થઈ ગયો હોવાની ટકોર કરતા હવે આ મામલે સંઘ પ્રદેશ દમણ વાસીઓમાં  ભારે રોષ જોવા મળી રહ્યો છે.જોકે જે મુદ્દાઓને લઈ ને દમણ બંધ છે એવા બન્ને મુદ્દા પર દમણ પ્રશાસન દ્વારા ગઈ કાલે જ દમણ ના સાંસદ લાલુ ભાઇ પટેલ સહિત ના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ની હાજરી મા સત્તાવાર રીતે સ્પષ્ટતા છેકે કેન્દ્ર સરકારનો દમણ દીવને ગુજરાત મા સામેલ કરવાની કોઈ તૈયારી નથી.સાથે દમણ વિધ્યુત વિભાગ નુ ખાનગીકરણ નહી પરંતુ સરકાર દમણ વિધ્યુત વિભાગનુ નીગમીકરન કરવાનુ વિચારી રહી છે.

સુચવેલા સમાચાર