બર્ડ ફ્લૂથી ફફડાટઃદમણની બે હોસ્પિટલોમા આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા

Jan 08, 2017 02:41 PM IST | Updated on: Jan 08, 2017 02:41 PM IST

વાપીઃ સંઘ પ્રદેશ દમણમા બર્ડ ફ્લૂના બે રિપોર્ટ પોઝેટિવ આવતા પ્રદેશ નુ તંત્ર હરકતમા આવી ગયુ છે.પરિસ્થિતિ પર તંત્રની વિશેષ નજર રાખવામા આવી રહી છે. પરિસ્થિતિને જોતા એક  મહિના સુધી સમગ્ર પ્રદેશ સર્વેલન્સ ઝોન મા મૂકવામા આવ્યો છે.આથી બર્ડ ફ્લૂની દહેશતમા દમણનો આરોગ્ય વિભાગ અમદાવાદ અને કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે સતત સંપર્કમાં છે.

આવી પરિસ્થિતિ મા દમણ ના આરોગ્ય વિભાગની એક ઇમર્જન્સી બેઠક મલી હતી.જેમા પ્રદેશના આરોગ્ય અને સ્વાસ્થ વિભાગના ડાયરેક્ટર સહિત પ્રદેશ ના તમામ આરોગ્ય વિભાગ ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઊભી થયેલી પરિસ્થિતિ અને સાવચેતી ના પગલા અંગે ચર્ચા કરવામા આવી હતી.

બર્ડ ફ્લૂથી ફફડાટઃદમણની બે હોસ્પિટલોમા આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા

સાથે જ સાવચેતીના ભાગ રૂપે દમણની બે હોસ્પિટલોમા બર્ડ ફ્લ્યુ ને પગલે ઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે.સાથે જ પ્રદેશ નુ પશુપાલન અને આરોગ્ય વિભાગ એલર્ટ પર છેઅને બપોર પછી અમદાવાદ અને કેન્દ્ર ના આરોગ્ય વિભાગ ની ટીમો દમણ આવશે.વધુ મા બર્ડ ફલૂ ને લઈ ને પ્રદેશ મા 104 નમ્બર થી  હેલ્પ લાઇન શરૂ કરવા મા આવી છે.જરૂર જણાય ત્યા ઘર આંગણે સારવાર ની પણ આરોગ્ય વિભાગ એ તૈયારી કરી રાખી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર