ઝાલોદમાં મસાલાના મિલ માલિક અને પેટ્રોલ પંપ પર ITનું સર્ચ

Mar 09, 2017 03:31 PM IST | Updated on: Mar 09, 2017 03:31 PM IST

દાહોદ: દાહોદ જીલ્લામાં આજે છ સ્થળે ઈન્કમટેક્ષ વિભાગના દરોડા પડ્યા છે.દાહોદ, ફતેપુરા, ઝાલોદ, સુખસર અને લીમડીમાં IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.દાહોદમાં ફ્રુટના વેપારીને ત્યાં સર્ચ હાથ ધરાયું છે.ફતેપુરામાં નાણાં ધીરધારનો ધંધો કરનારને ત્યાં સર્ચ હાથ ધરાયું છે.

તેમજ લીમડીમા પેટ્રોલ પમ્પના સંચાલકને ત્યાં સર્ચ હાથ ધરાયું છે. ઝાલોદમાં વસંત મસાલાના મિલ માલિક અને પેટ્રોલ પંપ પર સર્ચ હાથ ધરાયું છે.કુલ છ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે મોટી બેનામી રોકડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ઝાલોદમાં મસાલાના મિલ માલિક અને પેટ્રોલ પંપ પર ITનું સર્ચ

સુચવેલા સમાચાર