સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર-હવેલીમાં આજથી બાર બંધ

Apr 01, 2017 04:20 PM IST | Updated on: Apr 01, 2017 04:20 PM IST

સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર-હવેલીમાં આજથી બાર બંધ થયા છે.આજથી આ બંને પ્રદેશોમાં સ્ટેટ હાઈવેની 500 મીટરના પરીઘમાં આવતા બારો બંધ થયા છે. જોવા જઇએ તો દમણમાં સ્ટેટ હાઈવે પર 60 બાર હતા જેમને આજથી તાળા વાગી ગયા છે.

સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર-હવેલીમાં આજથી બાર બંધ

દાદરાનગર હવેલીમાં 51 બાર બંધ કરી દેવાયા છે.સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પ્રશાસનને નિર્ણય કર્યો છે.એક્સાઈઝ વિભાગે સ્ટેટ હાઈવે પર આવેલા બારોના લાયસન્સ રદ કર્યા છે. જેથી દારૂના વેચાણ અને દારૂ પીરસવાનું બંધ થયું છે. નોધનીય છે કે, સ્ટેટ હાઇવે પર આવેલા બારને લઇ નશાનું પ્રમાણથી અકસ્માતોનું પ્રમાણ પણ વધતુ હોવાનું મનાતુ હતું.

સુચવેલા સમાચાર