રાજ્યમાં 2વર્ષમાં સાયબર ક્રાઇમના 400કેસ,મોટાભાગના ડિટેક્ટ

Feb 08, 2017 01:46 PM IST | Updated on: Feb 08, 2017 01:46 PM IST

ગાંધીનગરઃગાંધીનગરની ફોરેન્સીક સાયન્સ યુનીવર્સીટી ખાતે આજે સાયબર સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાયબર સુરક્ષાને લગતા સેમિનારનું ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય પોલીસ વડા પી.પી.પાંડેય સહિત ગૃહ વિભાગની ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

cyber security

રાજ્યમાં 2વર્ષમાં સાયબર ક્રાઇમના 400કેસ,મોટાભાગના ડિટેક્ટ

દેશમાં ધીમે ધીમે ડિજીટલાઇઝેશન વધી રહ્યું છે તેમ તેમ સાયબર સુરક્ષાને લઇને મોટો ખતરો ઉભો થઇ રહ્યો છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે જરુરી છે. લોકો જાગૃતિ વગર સાયબર એટેક સામે સુરક્ષા મળવી મુશ્કેલ છે. કારણે સાયબર એટેકમાં મોટે ભાગે વિદેશી સર્વરનો ઉપયોગ થયો હોય છે તેવા સંજોગોમાં યુવાનો આ મામલે આગળ આવે તે જરુરી છે. તેવો દાવો ગૃહરાજ્ય પ્રધાને કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં જેટલા પણ સાયબર ગુના નોંધાયા તેમાંથી મોટાભાગના ડિટેક્ટ થઇ ચૂક્યા છે અને આરોપીઓ પણ પકડવામાં સાયબર સેલને સફળતા મળી છે. છેલ્લા 2 વર્ષમાં 400 થી વધુ કેસો નોંધાયા હતા. આ પ્રસંગે સાયબર સુરક્ષા કવચને લગતા લોગોનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. સાયબર સુરક્ષા કવચ દ્રારા રાજ્યના લોકોને સાયબર સુરક્ષા આપવાનો સરકારનો લક્ષ્યાંક છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર