ગુજરાત પર સાયબર એટેક,પોલીસ કચેરીના કમ્પ્યુટર હેક કરાતા હડકંપ

May 15, 2017 11:42 AM IST | Updated on: May 15, 2017 01:20 PM IST

વિશ્વના 100 દેશો પર સાયબર હુમલો થયો છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ આજે જોવા મળી રહી છે. કમ્પ્યૂટર લોક કરીને ખંડણી માગતો રેન્સમવેર વાયરસનો વાર આજે ગુજરાતના અમદાવાદ અને પોરબંદરમાં જોવા મળ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં કેટલાક કોમ્પ્યુટર હેક કરી દેવાયા છે.પોલીસ કમિશનર ઓફિસમાં પણ કેટલાક કોમ્પ્યુટર થયા હેક થયા છે. પોલીસ કમિશનર દ્વારા આ મામલે થઈ ચર્ચા રહી છે.

અમદાવાદના શહેરના પોલીસ સ્ટેશનના કેટલાક કોમ્યુટર જીસ્વાન બંધ હોવા છતાં હેક થયા છે. ઈન્ચાર્જ કમિશનર ઓફિસથી કંટ્રોલરૂમને જાણ કરી દેવાઇ છે.અમદાવાદ બાદ પોરબંદરમાં પણ રેન્સમવેર વાયરસની અસર જોવા મળી છે. અહી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના કોમ્પ્યુટરમાં અસર વર્સાઇ છે. 5થી વધુ કોમ્પ્યુટરમાં વાયરસની અસર જોવા મળી છે. આ અંગે ગાંધીનગર કમિશનર કચેરીને જાણ કરાઈ છે. અમદાવાદ ઉપરાંત ગીર-સોમનાથમાં પણ કમ્પ્યુટર હેક કરાયાની માહિતી મળી રહી છે.

ગુજરાત પર સાયબર એટેક,પોલીસ કચેરીના કમ્પ્યુટર હેક કરાતા હડકંપ

botad vayras1

બોટાદ જિલ્લાની તમામ કચેરીના કોમ્પ્યુટર બંધ રખાશે

તમામ કચેરીના કોમ્પ્યુટર 48 કલાક સુધી બંધ રખાશે

રેન્સમવેર વાયરસને લઈ મામલતદારે આપી માહિતી

RBIની બેંકોને ચેતવણી

RBIએ બેંકોને આપી ચેતવણી

રેન્સમવેર વાયરસને લઈને ચેતવણી આપવામાં આવી

ATM પર વાયરસનો થઈ શકે છે હુમલોઃ RBI

navsari vayras1

નવસારીમાં રેન્સમવેરનો એટેક

નવસારી જિલ્લા પોલીસના 11 કોમ્પ્યુટર થયા રેન્સમવેરના શિકાર

11 કોમ્પ્યુટરના તમામ ડેટા થયા ગાયબ

ચીખલી પોલીસના 3, બિલીમોરા પોલીસનું એક કોમ્પ્યુટર હેક

જલાલપોર પોલીસનું એક કોમ્પ્યુટર બન્યું રેન્સમવેરનું શિકાર

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના 6 કોમ્પ્યુટર થયા હેક

ઇ.ગુજકોક અને જીસ્વાનની કામગીરીને અસર

11 કોમ્પ્યુટરની તમામ કામગીરી થઈ ઠપ

Doc, xls, PDF તમામ ફાઈલોમાં ઘૂસ્યો વાયરસ

1 કોમ્પ્યુટરના ડેટા પરત કરવા 300 ડોલર બીટ કોઈનની માગ

અમદાવાદ શહેર પોલીસના કમ્પ્યુટરોમાં થઇ અસર

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કમ્પ્યુટરમાં થઇ અસર

શહેર પોલસ દ્વારા કોમ્પ્યુટરોમાંથી જીસ્વાન સિસ્ટમ બંધ કરાઇ

નાગરિકોને હેલ્પ લાઇન નંબર પર મદદ મેળવવા ડીસીપીએ કર્યું સૂચન

રાજકોટ સાયબર સેલ ઇન્સ્પેક્ટર એન.એન.ઝાલાનું નિવેદન

'રેન્સમ વાયરસના સાયબરના એટેકનો ખતરો'

'આગોતરા પગલે લેનના નેટવર્કને સ્વીચ ઓફ કરવામાં આવ્યા'

'સાયબર એટેકને કોઈ રોકી શકતું નથી'

'લોકોએ યુએસબી ડ્રાઇવથી બેક અપ રાખવું જરૂરી'

સુચવેલા સમાચાર