IPL 2017:પુણે સુપર જાયન્ટ્સના કેપ્ટનપદેથી ધોનીને હટાવાયો,સ્મિથ નવો કેપ્ટન

Feb 19, 2017 02:50 PM IST | Updated on: Feb 19, 2017 02:50 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આઇપીએલ ટીમ રાઇજિંગ પુણે સુપર જાયન્ટ્સના કેપ્ટન પદેથી હટાવી દેવાયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ધોનીની જગ્યાએ હવે ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન સ્ટિવન સ્મિથની કમાન સોપવામાં આવી છે. આઇપીએલના ગત સિજનમાં ધોનીએ પૂણેની કપ્તાની કરી હતી.

નોધનીય છે કે ધોનીની કપ્તાનીમાં પુણે ટીમ ગત આઇપીએલમાં સાતમા નંબર પર રહી હતી. આઇપીએલ-9માં રમાયેલ 17 મેચમાં પુણેની ટીમ ફક્ત પાંચ મેચ જીતી શકી હતી. ધોનીને હટાવવાનું કારણ તેનું ખરાબ ફોર્મ પણ હોઇ શકે છે. આ પહેલા ચેન્નઇ સુપરકિગસના આઠ વર્ષ સુધી કપ્તાન ધોની રહેલો છે. સ્મિથ આ પહેલા રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમતો હતો.

IPL 2017:પુણે સુપર જાયન્ટ્સના કેપ્ટનપદેથી ધોનીને હટાવાયો,સ્મિથ નવો કેપ્ટન

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર