IPL-10: વિજેતા બન્યા બાદ રોહિતે કર્યો ખુલાસો, છેલ્લી ઓવરમાં બોલરને કહ્યુ હતી આ વાત

May 22, 2017 10:36 AM IST | Updated on: May 22, 2017 11:53 AM IST

IPL-10માં મુંબઈએ ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો છે.મુંબઈએ પૂણેને 1 રને હરાવ્યું છે.મુંબઈ ત્રીજી વખત IPLમાં ચેમ્પિયન બન્યું છે.મુંબઈ ઈન્ડિયન્સના વિજય બાદ નીતા અંબાણી ફરી દ્વારકા આવશે.મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બનતા દ્વારકાધીશના આશીર્વાદ મેળવશે.દર વર્ષે IPLમાં પોતાની ટીમની જીત માટે દ્વારકા આવે છે.પંડિતો દ્વારા નીતા અંબાણીના આગમનને લઈ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે.

ipl-final-match

IPL-10: વિજેતા બન્યા બાદ રોહિતે કર્યો ખુલાસો, છેલ્લી ઓવરમાં બોલરને કહ્યુ હતી આ વાત

ફાઇનલમાં ઓછો સ્કોર કર્યો હોવા છતાં પણ પુણે સુપરજાઉટને હરાવવા બદલ બોલરના મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ વખાણ કર્યા હતા. મુંબઇએ પહેલા બેટીંગ કરતા આઠ વિકેટ ગુમાવી 129 રન બનાવ્યા હતા પરંતુ જવાબમાં પુણેની ટીમ છ વિકેટ ગુમાવી માત્ર 128 રન જ કરી શકી હતી.

MI5-4

રોહિતે મેચ પછી કહ્યુ, મને હવે શાંતી મળી છે. આ ક્રિકેટની એક રોમાંચક મેચ હતી, મને વિશ્વાસ હતો ફેન્સને પણ મજા પડી હશે. આવી રીતે નાના સ્કોર હોવા છતાં પણ જીત મેળવવી સારો પ્રયાસ છે. હું આનાથી વધુ ઉમ્મીદ કરી શકુ નહી.

MI2-5 MI1-7

બોલરોને કહી ખાસ વાત

તેણે કહ્યુ કે હવે તમે નાના સ્કોર હોવા છતાં જીત મેળવવા તમારે પોતાની પર વિશ્વાસ હોવો જરૂરી છે. મે મારા સાથિયોને કહ્યુ કે જો આપણે કેકેઆર સામે નાના સ્કોરનો બચાવ કરી શકીઓ તો અહી પણ આવું કરવાનું છે. પીચથી પણ મદદ મળી છે.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર