આઇપીએલમાં ફરી જોવા મળી ધોનીની લાજવાબ કિંપિંગ, બનાવ્યો નવો રેકોર્ડ

May 13, 2017 10:04 AM IST | Updated on: May 13, 2017 10:04 AM IST

મહેન્દ્રસિંહ ધોની જેવી રીતે છક્કા મારવા માટે પ્રખ્યાત છે તેટલા જ વિકેટ પાછળ પોતાની ગજબની કિપિંગ માટે જાણીતા છે. આવું જ એક નજારો ફરી જોવા મળ્યો જ્યારે આઇપીએલના 10મા સીજનની 52મી મેચમાં રાઇજિંગ પુણે સુપરજોઇન્ટ અને દિલ્હી ડેયરડેવિલ્સ વચ્ચે શુક્રવારે મુકાબલો હતો.

dhoni-stump

આઇપીએલમાં ફરી જોવા મળી ધોનીની લાજવાબ કિંપિંગ, બનાવ્યો નવો રેકોર્ડ

Image Source: BCCI

પલક જપકડા જ ગિલ્લિયા ઉડી ગઇ

ધોનીએ પોતાની કાબિલિયત બતાવતા એક વાર નહી પરંતુ બે વાર બતાવ્યું. ટોસ જીતી દિલ્હીની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી અને દિલ્હીની 16મા ઓવરના બીજા બોલ પર ધોનીએ એ કર્યુ જેના માટે તે જાણીતા છે. બોલર વોશિટન સુંદરના ઓવરમાં સામે હતા બેસ્ટમેન કોરી એડરસન, એડરસન વોશિંટનની ઓફ સ્ટંપની બહાર જતી બોલ પર ચકમો ખાઇ ગયા અને બાકીનું કામ ધોનીએ કરી દીધું.

લાજવાબ કેચ સાથે બનાવ્યો રેકોર્ડ

ધોનીએ આ મેચમાં એક લાજવાબ કેચ કરી આઇપીએલમાં પોતાનો 100 કેચનો રેકોર્ડ કર્યો છે. દિલ્હીના બેસ્ટમેન શ્રેયસ અય્યરનો કેચ પકડી આઇપીએલમાં ધોનીએ પોતાના 100 કેચનો રેકોર્ડ બનાવ્યો છે. આઇપીએલ ઇતિહાસમાં 100 કેચ કરનાર ધોની બીજો ખેલાડી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર