Aus vs Ind: રવિન્દ્ર જાડેજાનો જાદુ, ઓસ્ટ્રેલિયા 451 રનમાં ઓલ આઉટ

Mar 17, 2017 02:09 PM IST | Updated on: Mar 17, 2017 02:09 PM IST

રાંચી #ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં આજે રવિન્દ્ર જાડેજાનો જાદુ ચાલતાં ઓસ્ટ્રેલિયા 451 રનમાં ઓલ આઉટ થયું છે. મેચના બીજા દિવસે આજે લંચ બાદ ગણતરીના સમયમાં જ ટીમ ઓસ્ટ્રેલિયા ઓલ આઉટ થઇ હતી. કેપ્ટન સ્મિથે શાનદાર બેટીંગ કરી હતી અને 178 રન બનાવી અણનમ રહ્યો હતો. (મેચનો લાઇવ સ્કોર જોવા અહીં ક્લિક કરો)

ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ચાલી રહેલી ત્રીજી મેચમાં ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનો જાદુ બતાવ્યો હતો. મેચના પ્રથમ દિવસે ડેવિડ વોર્નરની મહત્વની વિકેટ લીધી હતી તો આજે મેચના બીજા દિવસે વધુ ચાર વિકેટ ખેરવી હતી. જાડેજાએ 49.3 ઓવરમાં 8 મેડન ઓવર નાંખી 124 રન આપી 5 વિકેટ લીધી હતી.

Aus vs Ind: રવિન્દ્ર જાડેજાનો જાદુ, ઓસ્ટ્રેલિયા 451 રનમાં ઓલ આઉટ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર