પ્રતિબંધિત દોરીના ખુલ્લેઆમ વેચાણ સામે હાઈકોર્ટમાં અરજી,આવતીકાલે થશે સુનાવણી

Jan 11, 2017 06:10 PM IST | Updated on: Jan 11, 2017 06:10 PM IST

અમદાવાદઃરાજ્યમાં વેચાતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને કાચથી માંજો બનાવી તૈયાર થયેલી દોરીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે ચાઈનીઝ દોરી અને કાચથી માંજો બનાવી તૈયાર થયેલી દોરી પણ ઘાતક છે.આ બંને દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનુ બજારમાં ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યુ છે.

જેના લીધે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અને પ્રતિબંધિત દોરીને લઈ બહાર પડેલા જાહેરનામાનો ભંગ થાય છે.પ્રતિબંધિત દોરી સંદર્ભે બહાર પડેલા જાહેરનામાનો અમલ જ થતો નથી.આ જાહેરનામા દેખાવ માત્રના જ રહ્યા છે.આ પ્રકારની દોરીથી લોકો અને પક્ષીઓ ઘાયલ થાય છે અને તેના લીધે કોઈને જીવ ગુમાવવાનો પણ વખત આવે છે.સુનાવણી બાદ હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આ જ પ્રકારના મુદ્દાઓને લઈ થયેલી અન્ય અરજીઓ સાથે આ અરજીની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.

પ્રતિબંધિત દોરીના ખુલ્લેઆમ વેચાણ સામે હાઈકોર્ટમાં અરજી,આવતીકાલે થશે સુનાવણી

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર